ETV Bharat / state

XE Variant in Gujarat: વડોદરામાં XE વેરીએન્ટની એન્ટ્રી, વડોદરાના 67 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ - XE variant entry in gujarat

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી (XE variant in Vadodara)થઈ ગઈ છે. ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયા બાદ ગુજરાતમાં પણ પ્રથમ કેસની (XE Variant in Gujarat)પુષ્ટિ થઇ છે. મુંબઈથી વડોદરા ફરવા આવેલા વૃદ્ધનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તંત્રએ હાલ તપાસ હાથ ધરી છે.

XE Variant in Gujarat: વડોદરામાં XE વેરીએન્ટની એન્ટ્રી, વડોદરાના 67 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ

author img

By

Published : Apr 9, 2022, 12:40 PM IST

વડોદરાઃ ભારતમાં ઓમિક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી (XE Variant in Gujarat)થઇ ચુકી છે. ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો બાદ ગુજરાતમાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઇ છે. મુંબઈથી વડોદરા ફરવા આવેલા વૃદ્ધનો(XE variant in Vadodara) રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તંત્રએ હાલ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધનો રીપોર્ટ XE પોઝિટિવ આવ્યો પત્નીનો રીપોર્ટ નેગેટિવ- ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી( XE variant entry)થઈ ગઈ છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એક 67 વર્ષીય પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. મુંબઈથી આવેલા દંપતી પૈકી પુરુષની તબિયત (Union Ministry of Health)લથડતા કોરોનાના નવા વેરિયન્ટના(Corona omicron) લક્ષણો જોવા મળ્યા હતાં. મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેણે તાવના લક્ષણો જોવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના 12 માર્ચની છે. વૃદ્ધનો રીપોર્ટ XE પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

વૃદ્ધ XE વેરિઅન્ટના પોઝિટિવ - વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના આરોગ્ય અમલદાર ડૉ.દેવેશ પટેલ સાથે થયેલી વાતચીત કરતા જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રના મુંબઈના સાંતાક્રુઝમાં રહેતો 67 વર્ષીય વૃદ્ધ પત્ની સાથે 12 માર્ચના રોજ વડોદરા ફરવા આવ્યો હતો. જોકે ત્યારે તેની તબિયત લથડતા તેણે સ્થાનિક હોટલમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેને તાવ આવતો હોવાથી તેણે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવી સારવાર લીધી હતી. બીજા દિવસે તબિયતમાં સુધારો થતા તે પત્ની સાથ પરત મુંબઈ ફર્યો હતો.

આ પણ વાંચોઃ Corona New Variant in Gujarat : નેશનલ લૉ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને કરાયા ક્વોરન્ટાઈન

XE વેરિઅન્ટના પોઝિટિવ - તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગની તપાસ માટે વૃદ્ધનું સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેનું આજરોજ પરિણામ આવતા વૃદ્ધ XE વેરિઅન્ટના પોઝિટિવ આવ્યો હતો. જેથી આજરોજ વડોદરા આરોગ્ય તંત્ર દ્વારા તે માહિતીની જાણ ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. ગાંધીનગરથી તેની જાણ મુંબઈ તંત્રને કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈથી આવેલું દંપતી વડોદરામાં ક્યાં ફરવા ગયું હતું. તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.

ભારતમાં ખતરો લગભગ શૂન્ય - અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો સંકર પ્રકાર હોવાનું કહેવાય છે. XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. મુંબઈમાં કોરોનાનું નવું વર્ઝન મળવાને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે. રાજ્ય સરકાર કહે છે કે નવું વર્ઝન મળ્યું છે જે પહેલાંની તુલનાએ 10 ગણું વધુ ચેપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહે છે કે હાલ નવા વર્ઝનના મુંબઈમાં મળવાની પુષ્ટી થઇ નથી. આ દાવાઓ વચ્ચે લોકોના મનમાં ફરી નવી ચિંતા ઘર કરી રહી છે. પરંતુ બે વર્ષના કોરોનાકાળમાં ડેવલપ થયેલી વૈજ્ઞાનિક સમજ જણાવે છે કે આ નવા સબ વેરિયન્ટથી ભારતમાં ખતરો લગભગ શૂન્ય છે.
આ પણ વાંચોઃ Corona Update in Gujarat : NLU માં એકસાથે 35 વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યાં, હોસ્ટેલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.