વડોદરા: શહેરમાં ઉનાળાની શરૂઆતથી પીવાના પાણીનો કાળો કકળાટ (Women protest on water issue)સર્જાયો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પાણીગેટ બાવામાનપુરામાં દૂષિત પાણી પ્રશ્ને યોગ્ય નિરાકરણ(Panigate area of Vadodara city)નહીં આવતાં મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે દૂષિત પાણીની બોટલો સાથે દેખાવ કરી વહેલી તકે ચોખ્ખું પાણી આપવા માંગણી કરી હતી.
વારંવારની રજુઆત છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં - વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી અપૂરતા પ્રેશરથી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવતા (Vadodara Municipal Corporation)આ મામલે સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ કચેરી તેમજ પાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવતાં મહિલાઓનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. દૂષિત પાણીની બોટલો સાથે મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચોઃ Contaminated drinking water: નવાપુરા વિસ્તાર દૂષિત પાણીના કારણે ત્રાહિમામ
ઘરે ઘરે રોગચાળો ફેલાયો - પાણીગેટ બાવામાનપુરા વિસ્તારની (Vadodara Contaminated Water)મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા બદરી મોહલ્લા સહિતના આસપાસના વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો વધુ રહે છે. ત્યારે હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે છતાં અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જેને કારણે ઘરે ઘરે રોગચાળો ફેલાયો છે. પીવાનું પાણી નહીં મળતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આજે અમે પાણીગેટ બાવામાનપુરા વિસ્તારના લોકોએ ભેગા થઈ પાલિકાની વડી કચેરી અને કલેકટરની કચેરી ખાતે આવીને ગંદા પાણીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. હાલમાં રમજાનનો મહિનો ચાલી રહ્યો છે. તે દરમિયાન પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. અવારનવાર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી કરીને ના છૂટકે મહિલાઓએ મેદાનમાં આવી તંત્ર સામે દેખાવો કરી સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવા માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ Treat contaminated water: દૂષિત પાણી ટ્રીટ કરી સુરત મહાનગરપાલિકાનો 2025 સુધીમાં 1000 કરોડની આવકનો લક્ષ્યાંક