ETV Bharat / state

વડોદરામાં અંતરીક્ષ કોમ્પલેક્ષના ટેરેસ પર વોચમેનને કરંટ લાગતાં મોત - Sayaji Hospital

વડોદરા શહેરના વાસણા રોડ સ્થિત આવેલા અંતરીક્ષ કોમ્પલેક્ષના ટેરેસ પર ભેદી સંજોગોમાં વોચમેનને કરંટ લાગતાં મૃત હાલમાં પડેલા મળી આવ્યા હતાં. આ બનાવની જાણ જે.પી. પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવ મામલે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને સયાજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

Vadodara
વડોદરા
author img

By

Published : Jul 23, 2020, 7:10 AM IST

વડોદરા : શહેરના જે.પી. પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા અંતરીક્ષ કોમ્પલેક્ષમાં વોચમેન તરીકે બિપીનભાઈ ડાહ્યાભાઈ રોહિત ફરજ પર હાજર હતા. તે દરમિયાન કોમ્પલેક્ષના ધાબા પર અચાનક મોટો ધડાકો થયો હતો. જેથી વોચમેન બિપીન રોહિત કોમ્પલેક્ષના ધાબા પર જોવા માટે ગયા હતાં. આ દરમિયાન વોચમેન બિપીનભાઈને વીજ કરંટ લાગતા મૃત હાલતમાં પડ્યા હતાં.

વડોદરામાં અંતરીક્ષ કોમ્પલેક્ષના ટેરેસ પર વોચમેનને કરંટ લાગતાં મોત

જયારે કલાકો બાદ પણ તેઓ ટેરેસ પરથી નીચે ન આવતા તેમના પત્ની બલાવવા માટે ટેરેસ પર ગયા હતા. જ્યાં પતિ બિપીન રોહિત મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આ બનાવની જાણ જે.પી.પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.