ETV Bharat / state

વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યા પર પાઇપ લાઇન ગોઠવીને વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવ્યુ હતુ. જેમાં સામેલ 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
author img

By

Published : Dec 19, 2020, 11:00 AM IST

  • વિશ્વામિત્રીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું સામે GPCB દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ
  • પાંચ શખ્સ સહિત કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
  • મારેઠા ગામ પાસે તેજાબી એસિડીક પાણી જોવા મળ્યું

વડોદરાઃ શહેરના વડસર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યા પર પાઇપ લાઇન ગોઠવીને વિશ્વામિત્રી નદીમાં કેમિકલ યુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી

માંજલપુર પોલીસ મથકમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશીક અધિકારી એચ.સી. પાદરિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર વિશ્વામિત્રી નદીમાં કેમિકલવાળું ભેળસેળ પ્રવાહી છોડવા બાબતેની ફરિયાદો ઓક્ટોબર-2020 માં વિવિધ ગ્રામ પંચાયતોમાં મળી હતી. આ અંગે તપાસ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હતી. તે દરમિયાન ગુરૂવારના રોજ રાત્રે વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધ વાળું જોખમી તેજાબી એસિડીક પાણી મારેઠા ગામ પાસે જોવા મળ્યું હતું. જે પાણીના નમૂના એકત્રિત કર્યા હતા, ત્યારબાદ આવું પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં કેવી રીતે આવે છે, તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી.

વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
વડોદરા વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડનારા 5 શખ્સ અને કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો

વિશ્વામિત્રી નદીમાં તેજાબી એસિડીક પાણી

વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધ વાળું જોખમી તેજાબી એસિડીક પાણી મારેઠા ગામ પાસે જોવા મળ્યા બાદ સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યાર બાદ તપાસ દરમિયાન વડસર પુલ પાસે આવેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરાની ગાડીઓ મૂકવાના સ્ટેશનની જગ્યામાં જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી ફલેક્સિબલ હોઝ પાઇપલાઇન થકી વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નિરિક્ષણ કરતા અગાઉ એકત્રિત કરેલા સેમ્પલોમાં મળી આવેલા પ્રવાહી પાઇપલાઇનમાં પણ જણાઈ આવ્યું હતું. કેટલાક શખ્સો દ્વારા પાઇપ લાઇનનો ઉપયોગ કરી આયોજનપૂર્વક વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી અને દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરવાનું ગંભીર કૃત્ય આચર્યું છે.

ગેરકાયદેસર કૃત્ય બાબતે વડોદરા મહાનગર પાલિકાને મૌખિક જાણ

વડોદરા મહાનગર પાલિકાને મૌખિક જાણ કરવામાં આવી છે. ત્રણ વર્ષ અગાઉ આ જગ્યા પર આ પ્રકારનું જ ગેરકાયદેસર કૃત્ય પકડી પાડવામાં આવ્યું હતું અને જે સંદર્ભે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં વડસર ગામના ભીખાભાઈ ભાલીયા, દિપક ભાઈ ભાલીયા અને મહેશભાઈ ભાલિયાની સંડોવણી બહાર આવી હતી. વિશ્વામિત્રી નદી અંતે ઢાઢર નદીમાં ભળે છે અને વિશ્વામિત્રી નદીમાં વિપુલ માત્રામાં મગરોનો વસવાટ છે. લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવી GPCBએ આ એસિડની PH-2 હોવાનું બહાર આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.