ETV Bharat / state

'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર થયું દોડતું - violation

વડોદરાઃ શહેરમાં અચાનક વિશ્વામિત્રી તેમજ મુજમહુડા રોડ પર ભાજપના સિમ્બોલ સાથે 'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. જો કે, આ હોર્ડિંગ કોણે લગાવ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 26, 2019, 1:38 PM IST

શહેરમાં અચાનક 'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગવાથી કુતુહલ સર્જાયું હતું. શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે 'હું પણ ચોકીદાર'નું ભાજપના સિમ્બોલ અને PM મોદીના ફોટો સાથેનું હોર્ડિંગ લાગતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

vadodara
સ્પોટ ફોટો

હોર્ડિંગ કોણે લગાવ્યા તેની માહિતી મળી નથી, પરંતુ તાત્કાલિક હોર્ડિંગ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોના બોર્ડ અને સિમ્બોલ હટાવી લેવામાં આવ્યા હતા.

વડોદરા આચારસંહિતાનો ઉલ્લંઘન કરી મેં હું ચોકીદાર ના બોર્ડ લાગતા જીલ્લા ચૂંટણી તંત્ર દોડતું થયુ..
વડોદરા શહેરમાં એકાએક વિશ્વામિત્રી તેમજ મુજમહુડા રોડ પર ભાજપના સિમ્બોલ સાથે મેં હું ચોકીદાર ના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. જોકે આ હોર્ડિંગ કોણે લગાડ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી પરંતુ અચાનક મે હું ચોકીદારના બોર્ડ લાગવાથી કુતુહલ સર્જાયું હતું..શહેરના વિશ્વમિત્રી બ્રિજ પાસે મેં હું ચોકીદાર નું ભાજપના સિમ્બોલ અને નરેન્દ્ર મોદી ના ફોટો સાથેનું હોર્ડિંગ લાગી જતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું.આ હોર્ડિંગ કોણે લગાવ્યું તે હજી નક્કી થયું નથી. પણ તાબડતોબ હોર્ડિંગ ઉતારી લેવાની કવાયતહાથ ધરવામાં આવી હતી..મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વિવિધ વિસ્તારો માંથી ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોના બોર્ડ અને સિમ્બોલ હટાવી લેવામાં આવ્યા હતા. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.