વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સાવલીના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. દશેરા પર કેતન ઇનામદાર સમર્થિત જૂથ દ્વારા શસ્ત્રપૂજનો કાર્યક્રમ રખાયો છે, ત્યારે હવે તેની સામે કરણી સેનાના મહેન્દ્ર સિંહનો ડ્રગ્સ મામલે પોપડા ખૂલવા દો તેમજ કેતન ઇનામદાર દ્વારા યોજાતા સમૂહ લગ્ન કંપનીઓના હપ્તાથી થતાં હોવાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Vadodara Mla against video viral ) થયો છે.
દૂધ કા દૂધ પાની કા પાની: ગુજરાત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રવક્તા (Vadodara karni sena statement) મહેન્દ્ર સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી કહ્યું છે કે, સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા શસ્ત્રપુજનનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, તેમાં અમુક અમારા ક્ષત્રિય ભાઇઓ છે. હવે બે-કે ત્રણ મહિના છે. દૂધ કા દૂધ, પાની કા પાની હો જાયેગા.
ક્ષત્રીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ: કેતનભાઇ તરફથી ઘણા બધા ક્ષત્રિય ભાઇઓ તરફથી રેતી ખનન સહિતના ઘણા બધા ધંધા મળે છે. તમે એમના ઘરે ફોટા મુકીને પુજા કરો પણ સમગ્ર સમાજની વચ્ચે ના લાવો. આ ક્ષત્રિય એકતા જે આખું ભારત કરી રહ્યું છે. તેમાં તમારાથી સહયોગ ન અપાય તો સાઇડમાં ચૂપ બેસી જાવ. ક્ષત્રિયોનું મનોબળ તોડાવનો પ્રયાસ ન કરો.
અન્ય જગ્યાએથી પૈસા મેળવી આયોજન: તેમણે કહ્યું કે, આ જે જાહેરમાં સમૂહ લગ્ન થયા (કેતન ઇનામદાર દ્વારા) તે કંપનીઓના પૈસે થયા છે. એ કંપનીઓના હપ્તા હતા અને કંપનીઓને છોકરીઓના આશિર્વાદ મળવાના છે, તમને નહીં. હજુ તો બહું બધા કેસો બાકી છે, હજુ તો પેલો ડ્રગ્સનો પોપડો ખુલવાનો છે, ડ્રગ્સનો પોપડો ખુલવા દો પછી જુઓ. karni sena statement viral video