- 3 મહિનાથી નવનાથ કાવડયાત્રા કામનાથ મહાદેવ મંદિરની થઇ રહી છે સફાઇ
- વિશ્વામિત્રી નદીના કાંઠાની થઇ રહી છે સાફસફાઇ
- કામનાથ મહાદેવ મંદિર ઘાટનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ
વડોદરા: શહેરની નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 3 મહિનાથી વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારોને સાફ સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત કામનાથ મહાદેવ મંદિર ઘાટની સફાઇનું અને જીર્ણોધ્ધારનું કામ ચાલી રહ્યું છે. આ સફાઇ કામ અંતર્ગત 210 ટ્રક ભરાય તેટલો કચરો સાફ સફાઈ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
વધુ વાંચો: વેરાવળ પાટણ શહેરને સ્વચ્છ રળીયામણું શાસકોની નેમ
સફાઈ બાદ કાંઠા પર વૃક્ષારોપણ કરવામાં આવશે
ત્રણ માસ દરમિયાન ત્રણ ઘાટના જીર્ણોધ્ધારનું કામ પુરું કરવામાં આવ્યું છે અને હવે કાલાઘોડા કમાટીબાગ પાસે યવતેશ્વર મહાદેવ ઘાટની સફાઇનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં બે ઘાટની સફાઇ કરી છે જ્યાંથી ચાર ટ્રેકટર અને ચાર ડમ્પર ભરીને કચરો બહાર કાઢવામાં આવ્યો.
વધુ વાંચો: સુરત હોસ્પિટલમાં પગારની માગને લઇને ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાલ સમેટાઇ
કચરો નાંખતા લોકો સામે થવી જોઇએ કડક કાર્યવાહી
લોકો નદીમાં કચરો ફેંકતા તેમજ ડ્રેનેજનું પ્રદુષિત પાણી નદીમાં નાંખતા પાણી પ્રદૂષિત થાય છે. જેનાથી નદીમાં જળચર સૃષ્ટિને નુકસાન થાય છે. તેથી કચરો નાંખતી વ્યક્તિ સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે. વિશ્વામિત્રી નદી કિનારે આવેલા ઘાટની સફાઇ માટે સમિતિએ નગરજનો સહિત તંત્રનો સહયોગ માગ્યો છે. સફાઈ બાદ ત્યાં વૃક્ષારોપણ કરવાનું છે વૃક્ષારોપણથી કાંઠા પરથી માટીનું ધોવાણ અટકશે અને પર્યાવરણ શુદ્ધ થશે.