વડોદરા : પાદરા પંથકમાં જગતનાકા પાસે ફોરવીલ ગાડી ચાલકે ખુલ્લી જગ્યામાં મહિલા પર ગાડી ચડાવી દઈ 15 ફૂટ જેટલી ઢસડીને લઈ ગયો હતો. મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલાને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
કાર ચાલકે મહિલાને ઘસી ગયો : પાદરા પંથકમાં ઈટોના ભઠ્ઠા પર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી ભીખીબેન ભુપતભાઈ વાદીને બીમાર હોવાથી જેઓને બાઈક પર SSG હોસ્પિટલમાં દવાખાને નીકળેલા હતા. તે સમય દરમિયાન પાદરા ST ડેપોની સામે આવેલા અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સની સામે મોટરસાયકલ ઊભી રાખી સાસુ ભીખી બેનને બેસાડી પાણીની બોટલ લેવા માટે ગયા હતા. તે દરમિયાન અક્ષર પ્લાઝાની કોમ્પ્લેક્સના ભોયરામાંથી આવેલી પાર્કિંગમાંથી સફેદ કલરની ફોરવીલ ગાડીના ચાલકે ભીખીબેનને સુતા હતા. તેની પર કાર ચડાવી દઈ 15 ફૂટ જેટલી ઢસડીને લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ : કાર ચાલક મહિલાને 15 ફૂટ ધસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેથી તેને પ્રથમ પાદરા સરકારી દવાખાને ખસેડાયેલા અને વધુ સારવાર માટે વડોદરામાં ખસેડાયા હતા. મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ ગફલત અને બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ સમગ્ર ઘટનામાં એક કાર ચાલકે મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયો છે. જેથી CCTV કેમેરાના ફૂટેજના આધારે આ કાર ચાલકને શોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - એલ.બી. તડવી (પાદરા પોલીસ સ્ટેશન)
કાર ચાલક ફરાર થઈ ગયો : પાદરા પંથકમાં જકાતનાકા પાસે એક કાર ચાલકે એક મહિલાને 15 ફૂટ સુધી ઢસડીને ગયો હતો. આ એક્સિડન્ટ કરી કાર ચાલક નાસી છૂટયો હતો. જેથી ચાલક નાસી ગયેલા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે જમાઈએ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.