વડોદરા: પશુપાલક રમણભાઈએ પોતાના તબેલામાં 20 થી25 જેટલી દુધાળી ગાયોને કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરાવ્યા છે. ગાયોના તબેલામાં નિયમિત પણે ચોખ્ખાઈ રાખીને સેનેટાઇઝર સ્પ્રે પણ તબેલામાં કરવામાં આવે છે. કોરોના વાઇરસને લઈને માનવ તો પોતાની સલામતી માટે ઉપાયો કરે છે. ત્યારે દુધાળા પશુધનની સલામતી માટે પણ કોરોના સામેના રક્ષણ માટે અલગ-અલગ ઉપાયો કરવામાં આવે છે.
જેથી પોતાની ગાયોને કોરોના વાઇરસથી બચાવવા માટે માસ્ક તેમજ તબેલામાં ગાયો પર સેનેટાઈઝરનો છંટકાવ પણ કરવામાં આવે છે. તેમજ તબેલાને બે થી ત્રણ ટાઈમ પાણીથી સ્વચ્છ ક્લીન કરવામાં આવે છે.