વડોદરા : વડોદરાના વાઘોડિયા રોડ પર યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. લગ્ન નક્કી થયા બાદ લગ્ન પૂર્વે મંગેતરે લગ્નની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈટ નોટ પણ લખી હતી. જેમાં લખેલું હતું કે, મમ્મી પપ્પા મને માફ કરી દેજો મારાથી તેજસ વગર નહીં જીવાય એટલે મેં આ પગલું ભર્યું છે. ત્યારે હાલ સુસાઈટ નોટના આધારે યુવતીના પિતાએ બપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શું હતો સમગ્ર મામલો : યુવતીના પિતા ઝવેરભાઈ રોહિતે બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અનુસાર તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જે પૈકી સૌથી મોટી વંદના ઉર્ફે અકું 24 વર્ષીય જે ઘરકામ કરે છે. ત્રણ મહિના અગાઉ જ્ઞાતિ રિવાજ મુજબ મારી દીકરી વંદાના લગ્ન વાઘોડિયા રોડ ખટંબા ગામ અંદર શંકરપુરા ગામની પાછળ આવેલા ગોકુલેશ સોસાયટીમાં રહેતા તેજસ ચૌહાણ નામના યુવક સાથે નક્કી થયા હતા. લગ્ન નક્કી કર્યા બાદ મારી દીકરીને અવારનવાર તેજસ ચૌહાણ અમારા ઘરેથી ફરવા માટે લઈ જતો હતો અને તે ઘરે મૂકી જતો હતો. આજથી 15 દિવસ પહેલા મારી દીકરી વંદનાએ તેઓને જણાવ્યું કે, આવનાર 18મી એપ્રિલ 2023ના રોજ તે દિવસે હું અને તેજસ ચૌહાણ બંને જણા રજીસ્ટર લગ્ન કરવાના છે. જ્ઞાતિ રિવાજ મુજબ આવનાર 26મી એપ્રિલ 2023ના રોજ લગ્ન કરીશું.
તેજસ સાથે લગ્ન કરવાની તારી ઔકાત નથી : 15 દિવસ પછી યુવતીના પિતા ભાડા ઓટો રીક્ષા લઈને ધંધો કરવા નીકળ્યા હતા. તે દરમિયાન દીકરી દિવ્યાએ તેના મોબાઈલ પરથી ફોન કર્યો હતો અને જણાવ્યું કે, પપ્પા વંદાને તેના સાસરી વાળાઓએ વૈકુંઠ ચાર રસ્તા પાસે બોલાવી છે. જેથી અજુગતું લાગતા પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન સાસરી પક્ષના લોકો હાજર થઈ વંદનાને લગ્ન કરવાની તારી ઓકાત નથી, તમે ઘરબાર વગરના લુખ્ખા છો તેવું કહ્યું અને ગાળાગાળી કરી હતી. આ દરમિયાન યુવતીની માતા બેભાન થતાં તેના પિતા ત્યાં પહોંચીને તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા.
સુસાઇડ નોટ મળી : ગત તારીખ 4 એપ્રિલના રોજના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં હું અને મારી પત્ની બંને ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયા હતા. આ દરિમયાન મારા દીકરા મિહિરનો ફોન આવ્યો હતો કે, પપ્પા વંદનાએ ઘરે બેહોશ થઈ ગઈ છે. હું ઘરે પહોંચ્યો હતો અને ઓટો રીક્ષામાં વંદને દવાખાને લઈ જતા વૃંદાવન ચાર રસ્તા પાસે 108 એમ્બ્યુલન્સ મળી જતાને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. યુવતીના કેસ કાઢવા બાબતે આધાર કાર્ડ માંગતા યુવતીની એકટીવામાં તપાસતા તેમાંથી એક કાળા કલરની સ્કેચપેન લખાણવાળા ચોપડાની લીટી વાળી બે પાનાની વંદનાના અક્ષર વાળી સુસાઇડ નોટ મળી આવી હતી.
આ પણ વાંચો : Anand News: આત્મહત્યા કરવા માટે મહિલા હોર્ડિંગ સ્ટેન્ડ પર પહોંચી, ફાયરની ટીમ પણ ચોંકી ગઈ
યુવતીએ લખેલી સુસાઇડ નોટ : યુવતીએ આત્મહત્યા પૂર્વે સુસાઇડ નોટમાં 'મમ્મી પાપા મને માફ કરી દેજો. મારાથી તેજસ વગર નહીં જીવાય એટલે મેં આ પગલું ભરું છું. તેજસના મમ્મી લોકો લગ્ન કરાય શું એવું કીધું અને નીરુમાસી, જયદેવ, દિનેશ માસા, અંબાલાલ દાદા અને તેજસની બેને આ લોકોએ લગ્ન કરવાની ના પાડી તો તેજસના મમ્મી પણ ના પાડી દીધી પણ તેજસ લગ્ન કરવા ત્યાં જ હતા. મારા જોડે 18 એપ્રિલ એ પણ હવે એ ના પાડે છે. અત્યાર સુધી લગ્ન કરીશ એવું કહી મને આશા બતાવી પણ હવે એ પણ ના કહે છે. અચાનક એટલે હું આ પગલું ભરું છું. તેવું લખી આ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો : Surat Suicide News : સુરતમાં જૂની સિવિલની બિલ્ડીંગના ચોથા માળેથી મહિલાએ પડતું મુકતા મચી ભાગદોડ
8 લોકો સામે ફરિયાદ નોંધાઈ : આ મામલે બપોદ પોલીસ મથકમાં તેજસ ચૌહાણ, દક્ષાબેન ચૌહાણ, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, નાનુબેન મકવાણા, જયદેવભાઈ મકવાણા, નીરૂબેન મકવાણા, દિનેશભાઈ મકવાણા, અંબાલાલ મકવાણા સામે આત્મહત્યા માટે મજબૂર કરનાર અને એકબીજાને મદદગાર હોવાની ફરિયાદ યુવતીના પિતાએ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસનું નિવેદન : આ અંગે બાપોદ પોલીસ મંથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા માટે મજબુર કરનાર અને યુવતીના પિતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર હાલમાં 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવતીની સુસાઇડ નોટના આધારે આગળની તપાસ ચાલુ છે.