વડોદરા : વાઘોડિયા પંથકમાં હડકાયા અને રખડતા શ્વાનના ડરથી લઈ લોકો એ તંત્ર ને ઉગ્ર રજૂઆત કરતા વાઘોડિયા ગ્રામ પંચાયત દ્વારા જુદી જુદી સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા શહેરભરમાં હડકાયા તેમજ રખડતા શ્વાનોને પકડી પાડવા ઉગ્ર માંગ રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. એક સાથે 10થી 15 જેટલા લોકો ઉપર શ્વાનનો દ્વારા હુમલો કર્યાનું સામે આવ્યું છે. જેને લઈને સ્થાનિકો પોતાના ઘરની બહાર કામ અથૅ જતા પણ ડર અનુભવતા હતા.
શ્વાન કરડવાના 10થી 15 કેસ : વાઘોડિયા પીએસચી મેડિકલ ઓફિસર ડો. અનુરાધાએ જણાવ્યા મુજબ આજે સવારથી શ્વાન કરડવાના 10થી 15 કેસ આવ્યા છે. જે ઈજાગ્રસ્ત લોકોની સારવાર અને રસી મૂકવામાં આવી. આમાંથી બે લોકોને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ગંભીર ઈજાગ્રસ્તમાં 1 વિદ્યાર્થી અને 3થી 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ
12થી 15 જેટલા લોકોને બચકા ભર્યા : આ અંગે તલાટી, અજય પરમારે જણાવ્યું હતું કે,એક હડકાયેલા શ્વાસને આજરોજ વાઘોડિયા ગામમાં 12થી 15 જેટલા લોકોને બચકા ભર્યા છે. જેમાંથી લોકોને ગંભીર ઈજાગ્રસ્ત પહોંચતા વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હાલ ગ્રામ પંચાયત તરફથી રખડતા શ્વાસનું શોધખોળ કરવામાં આવી રહી છે. ટૂંક જ સમયમાં શ્વાસને પકડી લેવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ત્યાં સુધી ગામજનો શાંતિ જાળવી રાખે એવી હું અપીલ કરૂ છું.
આ પણ વાંચો : Stray Dog Attack in Surat : સુરતમાં રખડતા શ્વાન કરડવાના જાન્યુઆરીમાં 1906 કેસ, એક બાળકીની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી
લોકોને સાવચેત કરવા વાઘોડિયા તંત્ર એકસન મોડમાં : વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 લોકોને હડકાયા શ્વાનોએ બચકા ભરી હુમલો કરતા લોકો દ્વારા ગ્રામપંચાયતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે તમામ વસ્તુઓનો ધ્યાને રાખી લોકો હડકાયા શ્વાનથી સાવધાન રહે તે માટે વાઘોડિયા વિસ્તારમાં હાલ રિક્ષા વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. જેથી લોકજાગૃતિ થાય. શ્વાનનો આતંક હોય તેવા વિસ્તારોમાં રહિશોને બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ હતી.