ETV Bharat / state

Harsh Sanghvi Press Brief: કિરણ પટેલની ધરપકડથી લઈને પથ્થરમારા મામલે સંઘવીએ આપ્યા નિવેદનો - aurashtra Tamil Sangamam Programme At Somnath

સોમનાથમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ અંગે હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ગૃહ પ્રધાનએ વડોદરામાં પથ્થરમારો, કિરણ પટેલ અને ચૌધરી પરિવારને લઈને નિવેદનો આપ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષને પણ સંઘવીએ જવાબ આપ્યો હતો.

Vadodara News: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ, પથ્થરમારાથી લઈને કિરણ પટેલ મામલે સંઘવીએ આપ્યા નિવેદનો

author img

By

Published : Apr 4, 2023, 1:03 PM IST

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ, પથ્થરમારાથી લઈને કિરણ પટેલ મામલે સંઘવીએ કરી મહત્વની વાત

વડોદરા : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના અનુસંધાને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. પહેલા શહેરમાં રામ નાવમીના દિવસે થયેલા પથ્થરમારાના બનાવને લઇને પોલીસ ભવન ખાતે બેઠક યોજી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા આગામી 17 એપ્રિલથી ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે આ અંગે વિગતો આપી હતી. ત્યારબાદ કિરણ પટેલ મામલે કોંગ્રેસ પક્ષના આક્ષેપો સામે ભાજપની સરકારે જ પકડ્યો છે તેવું કહ્યું હતું. તો બીજી તરફ શહેરમાં થયેલા પથ્થરમારાના બનાવ કરનારને એક એકને પકડીને કાર્યવાહી કરવાનું, તેમજ મહેસાણાના ચૌધરી પરિવારના કેનેડાથી અમેરિકા જવા મામલે એજન્ટોના નામ જાહેર થવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : Kiran Patel's Wife: આખરે કિરણ પટેલની પત્ની જેલ હવાલે, કોર્ટે કર્યો માલિની પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ

એજન્ટોના નામ મળી જશે : કેનેડાથી અમેરિકા જઇ રહેલા ચૌધરી પરિવારના મૃત્યુ મામલે એજન્ટો શું કાર્યવાહી કરવામાં આવી છે. તે બાબતે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એજન્ટોને જ પકડ્યા છે અને આ અંગેની સંપૂર્ણ માહિતી આજે જ કાગળના માધ્યમથી મળી જશે તેવું જણાવ્યું હતું.

કિરણ પટેલ અંગે નિવેદન : સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલી કિરણ પટેલ અંગે સવાલ કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ ખૂબ જ સમજુ છે. કિરણ પટેલને આપવામાં આવેલી સિક્યુરિટી અંગે અનેક સવાલો ઉભા કરે છે વિપક્ષ, પરંતુ ભાજપની સરકારે જ કિરણ પટેલને પકડ્યો છે.

આ પણ વાંચો : Vadodara Crime News : વડોદરા પથ્થર મારની ઘટનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 5 આરોપીઓના થયા રિમાન્ડ મંજૂર

શહેરમાં થયેલા પથ્થરમારો : વડોદરા શહેરમાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાના બનાવને પગલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પથ્થરમારાની ઘટનામાં શહેર છોડી ભાગી ગયેલને એક એક કરી પકડવામાં આવશે. તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રામ નવમીના દિવસે યાત્રા શાંતિથી ચાલતી હોય અને પથ્થર મારવો થવો તે અતિ ગંભીર બાબત છે. તમામ વિડિઓ ફૂટેજ જેમાં મીડિયાએ આપેલા અને સીસીટીવીના માધ્યમથી ચકાસણી કરી છે. એક એકને પકડીને લાવીશું અને પથ્થરમારો કરનાર શખ્સોને જવાબ આપીશું. રાજ્યના નાગરિક તરીકે અફવાને વેગ આપવાની જગ્યાએ શાંતિ સ્થાપી તેવી અપીલ છે. સાથે બુલડોઝર બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : આ સંદર્ભે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આગામી 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા મહત્વનો કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે. તામિલનાડુમાં વર્ષો અગાઉ જે ગુજરાતીઓ સ્થળાંતર થયા છે. તેઓનો ગુજરાત જોડે કઈ રીતે સંગમ કરી શકાય તે પ્રકારનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે સોમનાથ ખાતે યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાષા અને સંસ્કૃતિ વ્યવસાયક કથાનું આદાન પ્રદાન થશે સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અનુસંધાને સ્પેશિયલ 10 ટ્રેનો તામિલનાડુથી સૌરાષ્ટ્ર ખાતે દોડશે. આ કાર્યક્રમમાં માટે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લોકોને લઈ જવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.