વડોદરા: રામનવમીના દિવસે વડોદરામાં કોમવાદ હુલર ઉપડી ગયું હોય તેવું જોવા મળ્યું હતું. વડોદરાની સાથે દેશના ધણાં વિસ્તારોમાં રામનવમીને દિવસે થયેલ પથ્થર મારાની ઘટના સામે આવી હતી. તો બીજી બાજુ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે કે હવે કોઇ તહેવારની ઉજવણી કરવી હોય તો દસ વાર વિચારવું પડે. જોકે રાજકારણમાં આ તફાવતને કારણે સમાજમાં આ દુષણ આવ્યું હોય તેવું કહી શકાય.વડોદરામાં પથ્થર મારાની ઘટનામાં 45 પૈકી 28ની ધરપકડ કરવામાં આવી છે.
ગુન્હો નોંધી કાર્યવાહી: શહેરમાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાં પાંજરીગર મહોલ્લા અને કુંભારવાળા વિસ્તારમાં થયેલા પથ્થર મારાની ઘટનાને લઈ અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા ચાર પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ ચુકી છે. જેમાં મુખ્યત્વે પથ્થરમારો થયાની હદ સીટી પોલીસ મથક હોવાથી ત્યાં રાયોટિંગ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી ચાલી રહી છે. આ ગુન્હામાં અત્યાર સુધીમાં 45 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી 28 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે ભડકાઉ ભાષણ બાદ કારેલીબાગ પોલીસ મથકમાં ગુન્હો નોંધી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય એક ઈસમ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. તો પથ્થર મારા દરમ્યાન ફરજમાં રુકાવટ અને મારામારી કરનાર ઈસમો સામે વારસીયા પોલીસ મથકમાં એસ.આર.પી ના જવાને ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Vadodara Crime : નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડી
ચાર પોલીસ મથકમાં ફરિયાદ: શહેરમાં થયેલા પથ્થર મારાના બનાવના પગલે સીટી પોલીસ મથકમાં 45 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ પથ્થર મારાની ઘટનાને લઈ વીએચપીના સહપ્રધાન અને કાર્યકર વિરુદ્ધ શહેરના કારેલીબાગ પોલીસ મથકમાં ઉશ્કેરણીજનક ભાષણ બાદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિડીયોને એડિટ કરી કોમી વયમનુષ્ય ફેલાવવાના ઈરાદા સાથે વિડીઓને એડિટ કરી અપલોડ કરનાર એક ઈસમ સામે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવાં આવી છે. એસ આર પી ના જવાનને ત્રણ ઈસમો દ્વારા હુમલો કરી જવાનોને ફરજ દરમ્યાન રુકાવટ કરી લાફો માર્યો હતો. તો અન્ય એક ઇસમે રાયફલની લૂંટી જવાની કોશિશ કરતા આ મામલે વારસીયા પોલીસ મથકમાં ત્રણ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ધરપકડનો દોર યથાવત: આ અંગે ક્રાઇમબ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રામનવમીને દિવસે થયેલા પથ્થરમારલરાના બનાવને લઈ સીટી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. તે દરિમયાન 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પૈકી 5 આરોપીઓને રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પુરા થતા કોર્ટે જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સિવાય કોમ્બિંગ દરમિયાન વધુ પાંચ આરોપીઓની સીસીટીવી કેમેરા અને અન્ય બાબતે સર્વેલન્સ આધારે ઓળખી ધરપકડ કરવામાં આવી છે. આ પાંચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. અન્ય 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય ફરિયાદ મુજબના વધારાના આરોપીઓ પકડવાના છે. તે સાથે અન્ય સીસીટીવી કેમેરા અને સોશિયલ મિડીયાના માધ્યમથી ચહેરાની ઓળખ કરી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.
રિમાન્ડ સાથે જ્યુડિશિયલ કસ્ટડી: પથ્થર મારાના બનાવને પગલે અત્યાર સુધીમાં 23 આરોપી પૈકી 5 આરોપીઓને બે દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અન્ય ઝાડપાયેલ પાંચ આરોપી પૈકી એક આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. સાથે ઉશ્કેરણી જનક ભાષણ બાદલ બે લોકોને કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા સંદર્ભે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય એક ઈસમ ઈરફાન વોરા દ્વારા ફેસબુક પર કાર્યકરનો વિડિયો એડિટ કરી બે કોમ વચ્ચે કોમી વૈમનુષ્ય ફેલાય તેવી પોસ્ટ કરી હોવાથી તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવનો હુકમ કર્યો હતો.