ETV Bharat / state

પોલીસે વેશ બદલીને ઓરિસ્સાના ગામમાંથી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો - ઓરિસ્સાના ગામમાંથી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

વડોદરાની જેલમાંથી પેરોલ પર છૂટયા(Released from prison on parole)બાદ એક વર્ષથી ફરાર બળાત્કારના આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના અંતરિયાળ ગામમાં જોખમી કામ પાર પાડયું (Vadodara Police nabbed a rape accused) હતું. જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ ઓરિસ્સાના ગામમાં છુપાયેલા રણજિતે પોલીસ ઓળખી ના શકે તે માટે માથે મુંડન કરાવી દીધું(shaved head so as not to be recognized) હતું.

દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
author img

By

Published : Dec 17, 2022, 8:04 PM IST

Updated : Dec 18, 2022, 3:19 PM IST

વડોદરા: જેલમાંથી પેરોલ પર છૂટયા (Released from prison on parole)બાદ એક વર્ષથી ફરાર બળાત્કારનો આરોપી ઝડપાયો (Vadodara Police nabbed a rape accused) હતો.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા એક સગીર કન્યાનું અપહરણ કરવાના કેસમાં રણજિત ઉર્ફે પપ્પુ મનોરંજન બહેરાને બળાત્કારના કેસમાં કોર્ટે સજા કરી હતી.

આ પણ વાંચો મુંબઈમાં મોડેલિંગ કરતી યુવતી મોહાણી, અમદાવાદના યુવકે દુષ્કર્મ ગુજાર્યું

બળાત્કારની સજા ભોગવતા કેદી રણજિતે તા 10-09-2021ના રોજ 14 દિવસની પેરોલ રજા મેળવી હતી. પરંતુ ત્યારબાદ તા 25મીએ હાજર થયો ન હતો.જેથી જેલ સત્તાધીશોએ તેની તપાસ કરવા માટે પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમે કેદી પર લાંબા સમયથી વોચ રાખતાં તે ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના અંતરિયાળ કનકઇ ગામે એક સબંધીને ત્યાં છુપાયો હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસની ટીમ કનકઇ ગામે પહોંચી(police team reached Kanaka Odisha) હતી.

સ્થાનિક લોકોમાં ગેરસમજ ના થાય તે માટે પોલીસે (Dressed as a proletariat) ત્યાંના શ્રમજીવીઓનો વેશ ધારણ કર્યો હતો. અને ફોટો સાથે રાખી રણજિત પર વોચ રાખી હતી. રણજિત ઓળખાઇ જતાં પોલીસે તક જોઇને તેને દબોચી લીધો હતો. ગામલોકોમાં ગેરસમજ થાય તે પહેલાં તેને તાલુકાના પોલીસ મથકે લઇ જઇ વડોદરા લવાયો હતો.

આ પણ વાંચો સિગારેટના પૈસા માંગવા બદલ પાનના દુકાનદારની ગોળી મારી હત્યા

ઓરિસ્સામાં બળાત્કારના આરોપીને પકડયા બાદ પેરોલફર્લો સ્કવોડના પીએસઆઇ અને ટીમ પરત ફરી રહ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના માલવીયાનગર ખાતેની શ્રી પેલેસ હોટલમાં માંજલપુરના છેતરપિંડીના ગુનાનો પાંચ વર્ષથી ફરાર આરોપી નૈરિશ હરેન્દ્રભાઇ ઝવેરી છુપાયો હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડયો હતો. આ વખતે આરોપી હોટલમાં ચેકઆઉટ કરી રહ્યો હતો. પોલીસ તેને ઓળખી જતાં તેને ભાગવાનો મોકો મળ્યો નહતો. આરોપી નૈરિશે એક મહિલાને વીજ કંપનીમાં ભાડેથી કાર મુકાવી આપવાના નામે ઠગાઇ કરતાં વર્ષ 2016માં ગુનો નોંધાયો હતો.

પોલીસ ઓળખે ના તે માટે બળાત્કારીએ મુંડન કરાવ્યું હતું: જેલમાંથી પેરોલ મેળવ્યા (Released from prison on parole) બાદ ઓરિસ્સાના ગામમાં છુપાયેલા રણજિતે પોલીસ ઓળખી ના શકે તે માટે માથે મુંડન કરાવી દીધું હતું. જેને કારણે પોલીસ પાસે તેનો ફોટો હોવા છતાં ઓળખવામાં મુશ્કેલી પડી(shaved head so as not to be recognized) હતી.

Last Updated : Dec 18, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.