વડોદરા : રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદેસર ઊંચા વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે મળેલી સુચનાને ધ્યાને લઈ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેને લઈને વડોદરામાં રાજ્યવ્યાપી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક દરબારનું આયોજન વડોદરા જિલ્લામાં ડભોઇ, સાવલી અને પાદરા ખાતે પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓએ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદેસર વ્યાજ વસુલતા કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. જેના ભાગરૂપે ડભોઈ અને પાદરામાં વ્યાજખોરોની ચુંગાલમાંથી નાગરિકોને મુક્તિ મળે તે માટે પોલીસતંત્ર દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ નગર અને પાદરા નગરના વેપારીઓ તેમજ બેન્કિંગ સેક્ટરના અધિકારીઓને સાથે રાખીને સરળતાથી નાગરિકોને લોન મળે તે માટે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર તરફથી 1,50,000ની લોન સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Ahmedabad Usurers: વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, ઉઘરાણીથી કંટાળી વેપારીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
વ્યાજખોરોથી પીડિતો માટે જનસભાનું આયોજન વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી તારીખના રોજ યોજાયેલ આ સભામાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવવાની લેવામાં આવી હતી. આ વ્યાજખોર સામે યોજાયેલી જનસભા અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો વડોદરા જિલ્લા પોલીસ તંત્રનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો Beware of usurer: સુરત ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલના પુત્ર પણ વ્યાજખોરોનો શિકાર
વ્યાજખોરો સામે સરકારી મુહિમ ચાલુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે મુહિમ ચાલુ કરવામાં આવી છે. આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાની સરકારી તંત્ર દ્વારા એક તક પુરી પાડવામાં આવી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજ્યના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચનાઓ પણ આપી છે, તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.