વડોદરા કોર્પોરેશનમાં વિવાદનો પર્યાદ બનેલો નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કૌભાંડનો પ્લાન્ટ બની રહ્યો છે. આ મામલે વિજીલન્સની ટીમ તપાસ કરી રહી છે. અધિકારીઓની કોન્ટ્રાકટર સાથેની મીલીભગત થકી કોર્પોરેશનને કરોડોના આર્થિક કૌભાંડનો શિકાર બનાવામાં આવ્યો છે.
જો કે, હવે આ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ નિમેટા પ્લાન્ટ સાથે સંકળાયેલા જુના અને નવા તમામ કોન્ટ્રાકટરોને જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે, કોન્ટ્રેકટરોના જવાબ બાદ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે. આ લાખો અને કરોડોના કૌભાંડ બાદ કોન્ટ્રાકટરો દોષનો ટોપલો એકબીજા પર ઢોળે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીવેરો શહેરીજનો પાસે લેવામાં આવે છે. પરંતુ, સુવિધાને નામે માત્ર કૌભાંડો આચારવામાં આવે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર કોઈ ઠોસ પગલા લે છે કે પછી તપાસ અને રજુઆતોની કાર્યવાહી બાદ તપાસ ઠેરની ઠેર રહે છે.