ETV Bharat / state

Vadodara News : સણોલી ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, કચેરીએ ધક્કા ખાતાં ગ્રામજનોના હોબાળાને કોણ સાંભળશે? - સણોલી ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર

ગામડાંગામમાં ગ્રામ પંચાયતની નાનકડી ઓફિસના અધિકારીઓમાં તલાટી કમ મંત્રીનું ઘણું મહત્ત્વ હોય છે. કોન્ટ્રાક્ટ પર નોકરીના જમાનામાં ગ્રામ જૂથ દીઠ કામ કરતાં તલાટીઓ જ્યારે ફરજ પર નિષ્ક્રિય થઇ જાય તો ગ્રામજનોની મુશ્કેલીઓનો પાર રહેતો નથી. કંઇ આવી જ વાત છે વાઘોડિયાના સણોલીના ગ્રામજનોના હોબાળાની.

Vadodara News : સણોલી ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, કચેરીએ ધક્કા ખાતાં ગ્રામજનોના હોબાળાને કોણ સાંભળશે?

author img

By

Published : Apr 18, 2023, 10:06 PM IST

ગ્રામ પંચાયત ઉપર ખંભાતી તાળા જોવા મળે છે

વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સનોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સણોલી ગ્રામ પંચાયતમાં તલાટી અંકિતાબેન ઘણાં સમયથી ઓફિસે આવતાં ન હોવાથી લોકોના ઘણાં અગત્યના કામ અટકી પડતાં હાલાકી ભોગવી રહ્યાં છે.જેને લઇને ગ્રામજનોના હોબાળાની વાત જાણીએ.

લોકોના સંપર્કની બહાર છે તલાટી : વાઘોડિયા તાલુકાના સણોલી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અંકિતાબેન જેઓ છેલ્લાં કેટલા સમયથી પોતાની ફરજમાં નિષ્ક્રિય હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોને પડતી અનેક મુશ્કેલીઓ જેમ કે જન્મમરણના દાખલા,જાતિના દાખલા, ઘર વેરાની પાવતી, આકારણી જેવા અનેક પ્રશ્ને ગ્રામજનો તલાટી કમ મંત્રી અંકિતાબેનને ફોન કરે છે. પરંતુ તેઓ ગ્રામજનોનો ફોન રિસીવ કરતા નથી અને પોતાની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી રહ્યાં છે. જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. જેથી ગ્રામજનો આજે રોષે ભરાયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો Vadodara Crime: ખેડૂતને ધક્કા ખવડાવનારો તલાટી 11,000ની લાંચ લેતા ઝડપાયો

ગ્રામ પંચાયત ઉપર ખંભાતી તાળા જોવા મળે છે : વાઘોડિયા તાલુકાના સનોલી ગામના ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે ખંભાતી તાળા લટકતા જોઈ ગ્રામજનોને ઉદાસ મોઢે પરત ફરવું પડે છે. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી અને ગ્રામજનો આજે રોષે ભરાઈને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પંચાયત ઓફિસની બંધ હાલત : છેલ્લાં કેટલાક સમયથી આ ગ્રામ પંચાયતના તાળાં પણ ખુલ્યાં ન હોય તેવું જણાઈ આવ્યું હતું. પંચાયતની દીવાલો , દરવાજા અને તાળા ઉપર જાળાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જેથી આ કાર્યાલય છેલ્લા કેટલા સમયથી બંધ હાલતમાં હશે તેમ સ્પષ્ટ થતું હતું. વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટી કમ મંત્રી અંકિતાબેન જેઓ કેટલાય સમયથી પંચાયતની ઓફિસ ઉપર આવ્યા જ નથી. જેના કારણે ગ્રામજનોના કામો અટવાઈ જતા હોય છે.

આ પણ વાંચો લોકો કામ ધંધા છોડીને તલાટી કચેરીએ બેસી રહ્યા, તલાટીઓ ન દેખાયા

ટીડીઓ ધ્યાન આપે તેવી વિનંતી : વહીવટી તંત્રની નિષ્કાળજી સામે આવી વાઘોડિયા તાલુકાના સનોલી ગ્રામ પંચાયતના તલાટી છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતની ઓફિસ ઉપર ન આવવાને કારણે ગ્રામજનો રોષે ભરાયા હતાં. પરંતુ મહત્વની વાત એ છે કે તાલુકા વિકાસ અધિકારીએ પણ આ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેથી ગ્રામજનોને મુશ્કેલીઓ પડે નહીં અને સમયસર ગ્રામજનોના કામ પૂર્ણ થઈ જાય તેવી પ્રચંડ લોક માંગ ઉભી થવા પામી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.