ETV Bharat / state

Organ Donation : વડોદરા એસએસજી હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવકનું અંગદાન,પ્રથમવાર હાર્ટ સહિત 6 અંગોનું દાન મળ્યું - અંગદાન

અંગદાન પ્રવૃત્તિને સામાજિક સંસ્થાઓના પ્રયાસોથી વેગ મળી રહ્યો છે. તેનું વધુ એક ઉદાહરણ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં થયેલા અંગદાને પૂરું પાડ્યું છે. એક બ્રેઈનડેડ યુવકના હાર્ટ, લીવર, બે કિડની અને બે આંખનું અંગદાન કરવામાં આવ્યું છે. જેમાં હૃદયનું દાન પ્રથમવાર મળ્યું છે.

Organ Donation : વડોદરા એસએસજી હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવકનું અંગદાન,પ્રથમવાર હાર્ટ સહિત 6 અંગોનું દાન મળ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 2:43 PM IST

Updated : Sep 9, 2023, 2:50 PM IST

વડોદરા : વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રોજ દૂર દૂરથી અન્ય રોગોની સારવાર કરવા દર્દીઓ આવતા હોય છે. ત્યારે ગતરોજ અકસ્માતનો ભોગ બનેલા ખેડાના એક યુવકને ગોધરા સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. SICUમાં દર્દી બ્રેઈનડેડ થતા અંગદાન માટે દર્દીના સગાxએ સહમતિ આપી હતી. અન્ય દર્દીને જીવન મળે તેવા હેતુથી આ યુવકનું હાર્ટ, લીવર, બે કિડની અને બે આંખનું અંગદાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગદાનથી 6 જેટલા જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું હતું. આ સયાજી હોસ્પિટલ માટે ચોથું અંગદાન છે જ્યારે હાર્ટ (હદય) પ્રથમવાર ડોનેટ થયું છે.

ખેડાના યુવકનો અકસ્માત થયો હતો : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડભાસર ગામનો યુવક ગત તારીખ 31 ઓગસ્ટના રોજ વાસોગામ પાસે બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતના પગલે યુવકને સૌપ્રથમ ગોધરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકનો પરિવાર સામાન્ય હતો.

એસએસજીમાં હૃદયનું દાન પ્રથમવાર મળ્યું
એસએસજીમાં હૃદયનું દાન પ્રથમવાર મળ્યું

અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીને નવજીવન : અકસ્માત થતાં યુવકની હાલત નાજુક થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અકસ્માતને પગલે ગત 7 સપ્ટેમ્બરના રોજ સર્જીકલ આઈસીયુ વોર્ડમાં બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતાં. પરિવારે પોતાના એકના એક દીકરાને ગુમાવ્યો હોવા છતાં પોતાનું સર્વ દુઃખ ભૂલીને આ પરિવાર અંગદાન માટે તૈયાર થયો હતો. યુવકના અંગદાનથી 6 જેટલા જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળતાં તે દર્દીઓના પરિવારજનોમાં આભારની લાગણી જોવા મળી હતી.

આ અંગદાન અમારા અને બરોડા મેડિકલ કોલેજ માટે એક યુનિક અંગદાન છે. કારણ કે આ અંગદાનમાં એક યુવાન છોકરાનું અંગદાન થયું છે અને તેમાંથી યુવાનના હૃદયનું અંગદાન આ એસએસજી હોસ્પિટલમાં પ્રથમવાર થયું છે. અંગદાન ન કરવા પાછળના અનેક કારણો હોય છે. જેમાં ખાસ કરીને સામાજિક કારણો હોય છે. ઘણાંની એવી ગેરમાન્યતા હોય છે કે, અંગનું દાન કરવાથી આમ થશે, તેમ થશે, પરંતુ કાઈ થતું નથી. આપણું જીવન ભગવાને આપ્યું છે તે એક દિવસ આજે નહીં તો કાલે રાખમાં જ જવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ જાહેર થાય તો તેના અંગો બીજા વ્યક્તિને મળે તો તે વ્યક્તિની આખી જિંદગી સુધારી જાય છે. એક વ્યક્તિના અંગદાનથી નવ વ્યક્તિના જીવન બચાવી શકે છે. આપણો ગુમાવેલ સ્વજનનું અંગદાન થાય તો તે નવ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ લાવી શકે છે. આપણે ત્યાં અંગદાનનું ખૂબ મહત્વ છે કેમ કે અંગ મેળવવા માટે ખૂબ મોટી યાદી છે. આ જે અંગદાન થયું છે તેમાંથી લોકો પ્રેરાય અને સ્વયં આગળ આવે તે માટે અપીલ કરી લોકોને પ્રેરિત કરવા પ્રયત્નો કર્યા હતાં...જે. સી. વસાવા (એનેસ્થેસિઓલોજી વિભાગના હેડ )

અંગદાનને સફળ બનાવતી મેડિકલ ટીમ : ખેડાના બ્રેઈનડેડ યુવકના પરિવારજનો એ અંગદાન કરવા માટે સહમત થતા સુપરિન્ટેન્ડન્ટ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ અંગદાનને સફળ બનાવવામાં હોસ્પિટલના અનેક વિભાગોએ સંકલનમા રહીને ફાળો આપ્યો છે. સર્જરી, મેડિસિન, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડીનેટર ટીમ, SICU-DOTના નર્સિંગ સ્ટાફ અને સર્વનટસ, EM, FM, બ્લડબેંક, પાથોલોજી, માઇક્રોબાયોલોજી બાયોકેમ, રેડિયોલોજી, સુપરિટેન્ડન્ટ અને એડિશનલ સુપરિટેન્ડન્ટ, ડીન મેડિકલ કોલેજ વડોદરા, Dr. દીપાલી તેવારી, એનેસથેસીઓલોજી અને પોલિસ વિભાગ, આંખ વિભાગ, કાર્ડિયાક ટ્રાઈકલર હોસ્પિટલના કાર્ડિયાક એનેથેટીસ્ટ, CIMS અને ZYDUS હોસ્પિટલનો હોસ્પિટલ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Organ Donation: રાજ્યમાં 1 વર્ષની અંદર 670 જેટલા જીવંત લોકોએ અંગદાન કર્યું, 817 જેટલા લોકોને મળ્યું નવજીવન
  2. Surat News : વાવાઝોડા વચ્ચે લોકોને સુરક્ષા આપનાર વ્યક્તિએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું
  3. Organ Donation in Surat : પોતે મોતને વ્હાલું કર્યું, સાથે અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી ગયો યુવાન

Last Updated : Sep 9, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.