વડોદરા : ગુજરાતમાં દિવસે દિવસેને હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળી રહ્યાં છે. .હવે હાટૅ એટેક કોઈ પણ ઉંમરની વ્યક્તિઓને આવતો હોય છે ત્યારે આજ રોજ ડભોઇ તાલુકાના વેગા ચોકડી પાસે સવારે 9:00 કલાકે રાણીપથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસી પ્રીમિયમ બસમાં મુસાફરી કરતા મુસાફરને ડભોઇ તાલુકાના વેગા ચોકડી પાસે એકાએક હાર્ટ એઠેક આવ્યો હતો.
વેગા ચોકડી પાસે છાતીમાં દુખાવો ઉપડ્યો : મુસાફરે પોતાને છાતીમાં દુખાવો થતા ડ્રાઈવર અને કંડકટરને જણાવ્યું હતું જેને પગલે તરત જ 108ને જાણ કરવામાં આવી અને એસટી બસને ડભોઇ ડેપો ખાતે ખસેડવામાં આવી હતો..રાણીપથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રીમિયમ એસી બસમાં મુસાફરી કરતા મુસાફરને આવેલા હાર્ટએટેકમાં મુસાફર વેંકટભાઈ રમણભાઈ રાવનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ
ટૂંકી સારવાર બાદ મોત : આજરોજ વહેલી સવારે રાણીપથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસી પ્રીમિયમ બસમાં એક વ્યક્તિ મુસાફરી કરતો હતો. પરંતુ કોઈ કારણોસર તેને એકાએક છાતીમાં દુખાવો શરૂ થતા ડ્રાઇવર અને કંડક્ટરે ડભોઇ 108ને જાણ કરી હતી. જેથી 108નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે મુસાફર વેંકટભાઈ રમણભાઈ રાવને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં. જોકે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
ઝારખંડના રહેવાસી હતાં મૃતક : મુસાફરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતાં તેના સામાનની તપાસ કરી ઓળખ મેળવવામાં આવી હતી. અચાનક હાર્ટ એટેકથી મોતના આ બનાવમાં મુસાફરના ખીસ્સામાંથી તપાસ કરતા એક ચાવી મળી હતી. જેના ઉપર લેન્ડમાર્ક જેતલપુર વડોદરા રૂમ નંબર 101 લખેલું હતું અને તેની ઉપર ફોન નંબર લખેલો હતો. જેના આધારે તે નંબર પર ફોન દ્વારા આધારકાર્ડના આધાર ઉપર જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ વેંકટભાઈ રમણભાઈ રાવ હતું અને તેઓ ઉંમર વર્ષ 61બી/2 અમૃતા એપાર્ટમેન્ટ સોનારી ઈસ્ટ સિંગભૂમ જમશેદપુર સિટી ઝારખંડના રહેવાસી હતાં.
આ પણ વાંચો Surat News : 44 વર્ષીય યુવકનું યોગાસન કરતી વખતે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માતમ
ડભોઇ પોલીસે તપાસ હાથ ધરી : આ ઘટના અંગે ડભોઇ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવીને આગળની તપાસ હાથ ધરી હતી. સાથે ડભોઇ પોલીસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી પીએમ કરવાની કામગીરી આરંભી દેવા સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ ડભોઇ પોલીસે 174 સીઆરપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એસટી અધિકારીનું નિવેદન : ડભોઇ એસટી ડેપો વહીવટી અધિકારી સંજય બારોટે આ બનાવ સંદર્ભે જણાવ્યું હતું કે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહેલ એસટીની બસમાં ભેગા પાસે એક મુસાફરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી બસમાં ફરજ પરના ડ્રાઇવર કંડક્ટરે આ બનાવ બનતા બસને તાત્કાલિક ડેપોમાં લાવી 108 ને કોલ કરવામાં આવ્યો હતો અને તે મુસાફરને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ આ મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી : ડભોઈના પી.આઈ. વાઘેલાએ બનાવ સંદર્ભે જણાવ્યું હતું કે, ચાલું બસે મુસાફરને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને બસના ડ્રાઈવર કંડકટરે સમયસૂચકતા વાપરી તે મુસાફરને સારવાર અર્થે દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન તે મુસાફરનુ મોત થયું હતું. જેથી સીઆરપીસીની કલમ 174 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.