ETV Bharat / state

Vadodara News: VMCના કર્મીઓને માર મારી ગાયો છોડાવી ગયા, દાદગીરીનો વિડીયો થયો વાયરલ - VMC worker attacked by herdsmen

વડોદરા પાલિકાના ઢોર પાર્ટીના કર્મી પર પશુપાલકોએ હુમલો કર્યો છે. રસ્તા પર ઢોર પકડવા જતા પશુપાલકોની દાદાગીરી સામે આવી હતી. પશુપાલકોએ પાલિકાના કર્મચોરીઓનો માર મારીને ગાયો છોડવી જવાનો વિડીયો પણ વાયરલ થયો છે. હાલ પોલીસે ફરીયાદ આધારે ત્રણ શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara News : VMCના કર્મીઓને માર મારી ગાયો છોડાવી ગયા, કોર્પોરેટરની દાદગીરીનો વિડીયો થયો વાયરલ

author img

By

Published : Mar 1, 2023, 2:22 PM IST

વડોદરા પાલિકાના ઢોર પાર્ટીના કર્મી પર પશુપાલકોએ કર્યો હુમલો

વડોદરા : સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા પારાવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે કેટલાક વિસ્તારમાં પશુપાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે VMC ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઢોર પાર્ટી દ્વારા કબ્જે કરવામાં આવેલા ઢોરને પણ પશુપાલકો છોડાવી જાય છે. પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીને ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર બાબતે વિડિઓ વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના વોર્ડ 1ના કોર્પોરેટર જહાં ભરવાડ પણ અભદ્ર વર્તન કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર મામલે ઢોર પાર્ટીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કર્મચારીઓને માર મારી ગાયને મુક્ત કરી : આ મામલે ઢોર પાર્ટીના સુપરવાઇઝર દ્વારા ફતેગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત મોડી રાત્રે ઢોર પાર્ટી અને પોલીસ સ્ટાફના માણસો રખડતા ઢોરને પકડવા નીકળ્યા હતા. આ દરમિયાન કંટ્રોલ રૂમમાંથી ફરિયાદ મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ પર ગાયો બેઠેલી છે. ઢોર પાર્ટીએ આ બાબતે ત્યાં પહોંચતા પહેલા મિલીટ્રી બોયઝ ચાર રસ્તા પાસે એક ગાય જાહેર રોડ પર જોવા મળતા તેનો પીછો કરી ચિસ્તીયા ચાર રસ્તાથી પકડી લીધી હતી. ત્યારબાદ ટ્રેક્ટરની રાહ જોતા હતા, ત્યારે ગયાનો મલિક નંદુ ભરવાડ આવી જેમ તેમ બોલી ગાયને છોડવા માટે ઝપાઝપી કરી બુમાબમ કરી હતી. જેથી અન્ય સાતથી આઠ ભરવાડ શખ્સો પોતાના હાથમાં લાકડાની ડંડાઓ લઈને આવ્યા હતા. ઢોર પાર્ટીના કર્મચારી રોહન ગણેશ લોખંડેના હાથમાં લાકડીથી માર માર્યો હતો. સાથે નંદુ ભરવાડે પણ મને ખૂબ જ માર માર્યો હતો અને ગાયને છોડાવી ગયા હતા.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ : આ સમગ્ર મામલો ગત મોડી રાત્રે સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર જહા ભરવાડ પણ નજરે પડી રહ્યા છે અને તેઓ ઢોર પાર્ટીના કર્મચારીઓ સામે અભદ્ર વર્તન કરી રહ્યા છે. "આ મારા ભાઈઓ છે, શા માટે અહીં આવ્યા છો" તેવું કહી રહ્યા છે. હાલમાં સમગ્ર મામલે ફતેગંજ પોલીસે નંદુ ભરવાડ સહિત સાતથી આઠ શખ્સો સામે મારપીટ અને ફરજમાં રૂકાવટ અંગેની કલમોના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો

PI શું કહે છે : આ અંગે ફતેગંજ PI વી.કે. દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે હાલમાં ત્રણ શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ફરિયાદ મુજબ જેટલા પણ શખ્સો સંકળાયેલ છે. તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાંત આ વિડીયો પૃષ્ટી ETV Bharat નથી કરતું.

આ પણ વાંચો : Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત

કોર્પોરેટરનું અભદ્ર વર્તન : સ્ટેન્ડિંગ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દબાણ અને ઢોર પાર્ટીની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. ગત રાત્રે થયેલા હુમલામાં તંત્રની કામગીરીમાં અડચણરુપ બનનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આગેવાની લઇ અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે જે દુઃખની બાબત છે. કોર્પોરેશન સાથે સંકળાયેલા નગર સેવક આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. તેઓએ કોર્પોરેશન સાથે મળી સહકાર આપવો જોઈએ. સાથે ડિવાઈડર પર ખોરાક મુકવામાં આવે છે તે ન મુકવામાં આવે તેવી અપીલ કરીયે છીએ. કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ અભદ્ર વર્તનને લઈ આ બાબતે કાર્યવાહી પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.