ETV Bharat / state

2000 Currency Note Withdrawn : 2000ની નોટ ખર્ચવા વડોદરાવાસીઓ થયાં ઉતાવળાં, બેંકોમાં શું છે સ્થિતિ જૂઓ - બાકી ચૂકવણાં

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ 2000ની નોટ જમા કરાવવાનું શરુ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના નાગરિકોને કોઈ મુશ્કેલી તો નથી પડી રહી ને તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોએ બાકી ચૂકવણાં આપી દેવા માટે આ નોટની પસંદગી વધારી દીધી છે.

2000 Currency Note Withdrawn : 2000ની નોટ ખર્ચવા વડોદરાવાસીઓ થયાં ઉતાવળાં, બેંકોમાં શું છે સ્થિતિ જૂઓ

author img

By

Published : May 23, 2023, 4:33 PM IST

2000ની નોટને લઇ નાણાંવ્યવહારમાં હલચલ

વડોદરા : સમગ્ર દેશમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ રૂપિયા 2000 હજારની નોટ બદલવાની શરૂઆત કરવામાં આવી છે અને આગામી 30 સપ્ટેમ્બર સુધી બદલી શકશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ અંગે વડોદરાના નાગરિકોને કોઈ મુશ્કેલી તો નથી પડી રહી ને તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉઘરાણી રિકવર થવા લાગી : વ્યાવસાયિકો ઘણીવાર ઉઘરાણીના નાણાં મેળવવામાં ગ્રાહકોના ગલ્લાંતલ્લાં સાંભળતાં હોય છે. જોકે 2000ની નોટને વાપરી નાંખવાની જરુરુિયાત છે ત્યારે બાકી દેણાંની ચૂકવણી માટે આ મોટી નોટ હોટ ફેવરિટ બની ગઇ છે.

હું દવાના વ્યવસાય સાથે સંકળાયેલ છું. હોસ્પિટલોમાં અને રિટેલ મેડિકલ સ્ટોરમાં દવાનો સપ્લાય કરી રહ્યો છું. હાલમાં સરકાર દ્વારા 2000ની નોટ પરત ખેંચવામાં આવી છે. તેમાં અમને કોઈ મુશ્કેલી નથી પરંતુ જે રિટર્ન ક્રેડિટમાં બિલ બની રહ્યા છે તે 2000 હજારની નોટથી આવી રહ્યું છે. અમે પણ બેંકોમાં ડિપોઝીટ કરી રહ્યા છીએ અને અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે નહીં. જે ઉઘરાણી બાકી હતી તે હવે સરળતાથી રિકવર થઈ રહી છે...સંજય શાહ (વ્યાવસાયિક)

બેંકોમાં શું છે સ્થિતિ 2000ની નોટ બંધ થવાના સમાચાર આવ્યાં ત્યારે સૌને એમ હતું કે વળી પાછા બેંકોની લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહેવાના દહાડા આવ્યાં. ત્યારે બેંકોના પ્રિમાઇસીસ પર નજર કરી તો ત્યાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ અંગે આરાધના ટોકીઝ ખાતે આવેલી બેકના અધિકારી સાથે વાત પણ કરી હતી.

હાલમાં સ્થિતિ સામાન્ય છે. જે ગ્રાહકો પોતાના નાણાં ભરવા આવે છે તેઓ સરળતાથી ભરી શકે છે. અને જે કોઈ ગ્રાહક 2 હજારની નોટ લઈને આવે અને નાણાં બદલાવ માંગે છે તેઓને પણ અમે બદલી આપીએ છીએ. આ માટે કોઈ આઈકાર્ડ કે ફોર્મ નથી ભરાવતા હાલમાં પ્રક્રિયા ચાલુ છે અને સ્થતી બિલકુલ સામાન્ય છે...વિકાસ કુમાર (એસબીઆઈ બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર)

નિર્ણય પાછો ખેંચવો જોઈએ : 2 હજારની નોટો સરકારે પછી ખેંચવાનો જે નિર્ણય કર્યો છે તેમાં લોકોને મુશ્કેલીઓ પડવાની છે. આ નિર્ણય સરકાર પાછો ખેંચે તે લોકો માટે સારો રહેશે. પરત ખેંચવાનો નિર્ણય યોગ્ય નથી. સરકારે કરેલા આ નિર્ણય બ્લેકમની બહાર લાવવા માટે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિક્રિયા કેટલાક લોકોએ વ્યકત કરી હતી.

નોટબંધીથી કઈ ફરક નથી પડતો : બેંકમાં આવેલા ગ્રાહક રીના સિંગે સાથેની વાતચીતમાં નારાજગી જતાવતી હતી. તેમણે કહ્યું કે આના પહેલા પણ અનેક મુશ્કેલીઓ જોઈ છે અને અચાનક આવેલા નિયમ અમને સારો નથી લાગતો. નોટબંધી કરવાથી કંઈ ફરક નથી પડતો હવે શું પડશે. પહેલા પણ નોટબંધી થઈ હતી. નોટબંધીને લઈ અમારી પાસે રાખેલી નોટ હાલમાં હવામાન ખરાબ છે અને બેંકમાં જવાનું અને નોટ બદલાવવી જીવનમાં ખૂબ વધારે થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.