વડોદરાઃ શહેરમાં મંગળવાર રાત્રે સાવચેતીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી, તેમજ બુધવારના રોજ કોરોના વાઇરસનો નાશ કરવા પાલિકાએ ફાયરના સાધનોથી એન્ટીવાયરલ દવાનો છંટકાવ કર્યો હતો.
વડોદરા શહેરમાં કોરોના વાઇરસના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેઓની નિર્ધારિત પ્રોટોકોલ મુજબ આઇસોલેશન વોર્ડમાં સારવાર થઈ રહી છે. જ્યારે અત્યાર સુધીમાં 850 લોકોને હોમ ક્લોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેવામાં કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તે માટે પાલિકા દ્વારા સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ છે.