ETV Bharat / state

Tree Demolition: જે કોનોકાર્પસ વૃક્ષ પાછળ કૉર્પોરેશને લાખો ખર્ચ્યા હવે તેને જ હટાવી કરશે બુદ્ધિનું પ્રદર્શન - Tree Demolition

વડોદરામાં એક સમયે 20,000થી વધુ કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે સમયે કૉર્પોરેશને આની પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો હતો. ત્યારે હવે આ જ વૃક્ષોને હટાવવા કૉર્પોરેશન આગામી સમયમાં કામ કરશે.

Tree Demolition: જે કોનોકાર્પસ વૃક્ષ પાછળ કૉર્પોરેશને લાખો ખર્ચ્યા હવે તેને જ હટાવી કરશે બુદ્ધિનું પ્રદર્શન

author img

By

Published : Mar 2, 2023, 9:16 PM IST

વીએમસી કોનોકાર્પસ હટાવવા માગે છે

વડોદરાઃ છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં રહેલા કોનોકાર્પસ વૃક્ષને દૂર કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા હવે શરૂ કરશે. શહેરમાં અંદાજિત 20,000થી પણ વધુ આ વૃક્ષોનું વાવેતર કરાયું છે. કોનોકાર્પસ પાછળ અંદાજિત 10 લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે વર્ષ 2017માં તાત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાવવામાં આવ્યા હતા. તે નુકસાનકારક હોવાની ચર્ચાના જોરે મહાનગરપાલિકાના સત્તાધીશો તેનો નાશ કરશે તેવી વાત ચાલી રહી. મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશોએ માવજત પાછળ લાખો રૂપિયા ખર્ચા પછી આખરે 5 વર્ષે આ કોનોકાર્પસ દૂર કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું હાલ જોવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ઘરમાં બિલીનું વૃક્ષ ઉગાડવાથી થશે આ લાભ, જાણો ક્યા છે એ

વીએમસી કોનોકાર્પસ હટાવવા માગે છેઃ કોનોકાર્પસ હટાવવા બાબતે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જેતે સમયે સારા આશયથી વાવવામાં આવ્યા હતા, પરંતુ આ વૃક્ષની કુદરતી સંપત્તિને યોગ્ય નિષ્ણાતોના મતાનુસાર, કોનોકાર્પસ પ્રકારના છોડ બાબતે આ છોડ ડિવાઈડર વચ્ચે વધુ હાઈટ પકડતો હોવાથી સ્ટ્રિટ લાઈટ ઢંકાઈ જાય છે.

ભૂગર્ભ જળ વધુ શોષણ કરે છેઃ તેમણે જણાવ્યું હતું કે, બીજી તરફ ઑક્સિજનનું પ્રમાણ પણ ઓછું આપે છે. સાથે આ પ્રજાતિમાં મૂળ ખૂબ ઊંડે સુધી જતા હોવાથી ભૂગર્ભ જળ વધુ શોષણ કરે છે, જેથી હજારોની સંખ્યામાં આ વૃક્ષો વાવેલા છે તે દૂર કરશે. સાથે અન્ય રંગબેરંગી ફૂલ છોડ આ જગ્યાઓ પર વિકસાવવામાં આવશે. આ તમામ દાવાઓને ETV BHARAT દ્વારા કેટલા યોગ્ય છે. તે અંગે નિષ્ણાત પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે એમ. એસ. યુનિવર્સિટીના બોટની વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. પદ્મનાભી નાગર સાથે ખાસ વાતચીત કરતા તેઓએ કોનોકાર્પસ બાબતે માહિતી આપી હતી.

કોનોકાર્પસનો ઇતિહાસ શુ છે?: કોનોકાર્પસ વૃક્ષ છે. તે અમેરિકા, નોર્થ અમેરિકા અને આફ્રિકના દેશનું મુખ્ય વૃક્ષ છે. આ વૃક્ષને અરેબિયન દેશમાં સેન્ડઈન્સ પર વાવવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ હતો કે, ત્યાં પ્રદૂષણ નિયંત્રણમાં આવશે. જોકે, આ વિસ્તારમાં રેતાળ બહુ છે અને તેના મૂળ ઊંડે સુધી પ્રસરે છે. આ ઝાડની ઊંચાઈ અંદાજિત 12થી 20 ફૂટ સુધી વધી શકે છે. તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં તેની ઊંચાઈ 3 થી 6 ફૂટ જરૂરી છે. કોઈ પણ છોડ કે વૃક્ષ ઓક્સિજન આપતું જ હોય છે. આ વૃક્ષ પણ ઓક્સિજન આપે છે. વડોદરા મહાનગરપાલિકાએ આ સારો અભિગમ અપનાવ્યો હતો, પરંતુ તેની સાથે અન્ય દેશી રોપાઓ પણ છે. ચમેલી, ચંપા, અરડૂસી જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળી રહી છે. કોઈ પણ ઝાડ ખરાબ નથી હોતા બધા જ ઝાડ ઉપયોગી હોય છે.

પરાગકર્ણ જીવલેણ સાબિત થઈ શકે: જોકે, કોનોકાર્પસ વૃક્ષ જમીનમાંથી પાણીનું શોષણ વધુ કરી રહ્યું છે. આ વૃક્ષના પરાગકર્ણના કારણે હેલ્થની સમસ્યા ઊભી થાય છે. જે યીગ્ય રીતે ટ્રીમિંગ થાય તો ફ્લાવરિંગ અટકાવી શકાય, પરંતુ તે મોટું થયા પછી તેના ફ્લાવરિંગના કારણે બિમારી નોતરી શકે છે. આગામી વર્ષોમાં જ્યાં પણ આ પ્રકારના વૃક્ષ કે છોડ ઉગાડવાના થાય ત્યારે સૌપ્રથમ દેશી રોપાવોને પ્રાધાન્ય આપવું જોઈએ.

અસ્થામાંના એટેક આવ્યા હોવાનું પૂરવાર: કોનોકાર્પસથી ઈરાન વિસ્તારમાં આ વૃક્ષના પરાગકર્ણમાં વિસ્પોટ થવાના કારણે ઘણા લોકોને અસ્થામાંના એટેક આવ્યા હતા. ત્યારબાદ તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં માણસની આરોગ્ય હેલ્થ પર આ કોનોકાર્પસના પરાગકર્ણ કારણરૂપ બન્યા હતા. કોનોકાર્પસ આ વિસ્તારમાં અટકે તે માટે તેઓ દ્વારા આ વૃક્ષને કટિંગ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ અટેક ઓછો થયો હતો. તો કહી શકાય કે, કોનોકાર્પસ જ્યારે યોગ્ય પ્રમાણમાં કટિંગ ન કરવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ પર્યાવરણને બચાવવા જવાને 18000 કિમીની યાત્રા કરી, વૃક્ષ ઉગાડવા અપીલ

યોગ્ય માવજત કરવામાં આવે તો કાઢવાની જરૂર નથી: યોગ્ય પ્રમાણે ફ્લાવરિંગ આવે ત્યારે કોનોકાર્પસની માવજત કરવામાં આવે તો કોઈ નુકસાન થતું નથી, પરંતુ આ ઝાડ વીએમસી દ્વારા યોગ્ય માવજત કરવાથી કોઈ સમસ્યા રહેતી નથી. આ ઝાડના મૂળિયા વધુ હોવથી પાણી વધુ શોષી લે છે તે વાત સાચી છે, પરંતુ કોઈ પણ ઝાડ પાણીનું ભૂગર્ભ જળશોષણ કરે જ છે, પરંતુ આ કોનોકાર્પસ વધુ પાણી લે છે. આ ઝાડનું યોગ્ય ટ્રીમિંગ કરી દેવામાં આવે તો તેને કાઢવાની કોઈ જરૂરિયાત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.