વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના કર્મચારીઓના 5 કરોડ ઉપરાંતનો PF ફંડ જમા કરાવવા માટે કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે જુના કર્મચારીઓન PFને લઈને પણ તપાસ કરવામાં આવશે. આ મામલે સેનેટ મેમ્બર કપિલ જોષીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
કર્મચારીઓને લાભ થાશે : આ અંગે સેનેટ મેમ્બર કપિલ જોશીએ જણાવ્યું હતું કે, 10મી માર્ચ 2023ના રોજ PF કમિશ્નર (શ્રમ અને રોજગાર મંત્રાલય) દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીને ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019 સુધીની PFની તપાસમાં 5 કરોડ, 35 લાખ, એક હજાર બસો છન્નું રૂપિયાની રિકવરી કાઢવામાં આવી છે. આશરે 657 જેટલા એમ્પ્લોય છે. આ આદેશ યુનિવર્સિટીના સાતધીશો વિરુદ્ધ કાઢવામાં આવ્યો છે. આ જે કઈ રિકવરી છે જે દરેક કર્મચારીને લાભ મળશે. અગાઉના કર્મચારીઓને પણ આનો લાભ મળી શકે છે.
આ પણ વાંચો : MS યુનિ. ફરી વિવાદમાં, કર્મચારીઓના PFના પૈસા અટકાવ્યા હોવાનો આક્ષેપ
યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે હાજરી આપી : પેન્શન વીમા હજારો કર્મચારીઓના ઘડપણની લાકડી સમાન પીએફ લાભથી વંચિત રાખવાનું યુનિવર્સિટીનું કાવતરું આખરે કેન્દ્ર સરકારે બહાર પડ્યું છે. આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હતો. જેમાં સેનેટ મેમ્બર તરીકે મેં હાજરી આપી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ આદેશના પગલે કર્મચારીઓમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો : PF ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા થઈ શરૂ, આ રીતે જાણો બેલેન્સ
PRO શું કહે છે : આ અંગે PRO લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, PF ઓફીસ તરફથી જે કઈ આદેશ કરવામાં આવ્યો હશે. તેમ યુનિવર્સિટી અભ્યાસ કરી આગળ જે કઈ ઘટતું કરવાનું હશે તો તે કરશે. આ અગાઉ પણ સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે હવે ભવિષ્યમાં રકમ ભરવાની હશે કે કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીની વાત થઈ રહી છે તે કર્મચારીઓ હંગામી ધોરણે કામગીરી કરતા હતા અને તે સંદર્ભે જ આ રકમ ભરવાની આદેશ થયો હોય શકે છે, પરંતુ સમગ્ર વિષયની તાપસ યુનિવર્સિટી લેવલે થશે. તેમજ યુનિવર્સિટી સંપૂર્ણ સરકારી ગ્રાન્ટના આધારે ચાલતી હોવાથી ક્યાંક જરૂર પડશે તો રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે.