વડોદરા : એક સમયે વડોદરા શહેર એ ગાયકવાડ સ્ટેટ તરીકે જાણીતું હતું. આ ભૂમિ પર મરાઠા શાસનનું પ્રભુત્વ વધુ હતું. જેમાં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનું પ્રભુત્વ વધુ જોવા મળતું હતું. હાલમાં શહેરમાં 5 લાખથી વધુ મરાઠી સમાજના લોકો વસવાટ કરે છે. વર્ષ 2002થી વડોદરામાં 20થી વધુ મરાઠી સ્કૂલો હતી, પરંતુ હાલમાં મહારાણી ચીમનબાઈ હાઈસ્કૂલ કાર્યરત છે જે સયાજીરાવ ગાયકવાડ દ્વારા જમીન આપી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આજે પણ વડોદરાની એકમાત્ર સ્કૂલ તરીકે એમસી હાઈસ્કૂલ કાર્યરત છે. શહેરમાં મરાઠી સ્કૂલો બંધ થવા પાછળના અનેક કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય કારણ અંગ્રેજી માધ્યમનું વધતું પ્રભુત્વ જવાબદાર છે.
મરાઠી માધ્યમની એકમાત્ર શાળા હતી. જેમાં વિદ્યાર્થીઓની ધોરણ 1થી 8માં માત્ર 23 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. ધોરણ એકની અંદર એક બે એડમિશન આવતા હતા. જેથી શિક્ષણ સમિતિએ એવું નક્કી કર્યું કે, સ્કૂલમાં એડમિશન ખૂબ ઓછા થાય છે. હાલમાં પણ 1થી 8માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ એડમિશન વધુ થાય તે માટે મરાઠી સમાજના સંગઠનો, તેઓની સાથે વાતચીત કરી, શાળાના શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા મરાઠી મોહલ્લામાં જઇ શાળા પ્રત્યે મરાઠી સ્કૂલોમાં સંખ્યામાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો હતો. - ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (શાસનાઅધિકારી ન.પ્રા.શિ.સ)
2020 પછી એકપણ એડમિશન ન થયું : પરંતુ વર્ષ 2020 પછી એક પણ બાળકે ધોરણ 1માં એડમિશન ન થતા આખરે શાળા અન્ય સ્કૂલ સાથે મર્જ કરવામાં આવી. શહેરના મરાઠી માધ્યમના જે વિદ્યાર્થીઓ હતા, તે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવા પ્રત્યેના વલણ હતું કેમ કે તેઓ વર્ષોથી અહીં રહેતા હતા. જેના કારણે આ સંખ્યાનો અભાવ જોવા મળ્યો અને આખરે મરાઠી સ્કૂલ બંધ કરવાનો વખત આવ્યો છે.
સ્થળાંતર બાદ પરિસ્થિતિ વણસી : આ અંગે છેલ્લા 27 વર્ષથી મહારાષ્ટ્રીયન શિક્ષક, લેખક અને બાળકોને સ્કૂલ તરફ વળવા માટે પ્રયત્નશીલ સંજય બચ્છાવે જણાવ્યું હતું કે, મરાઠી સ્કૂલ વડોદરામાં બંધ થવા પાછળના અનેક કારણો જવાબદાર છે. જેમાં મુખ્યત્વે વર્ષ 2002માં તોફાનો થયા હતા. જ્યારે ઘણા લોકોએ કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું, જેની અસર મરાઠી માધ્યમની સ્કૂલ પર થઈ હતી. આ સાથે જ શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ બંધાયો ત્યારે આસપાસના રહેતા 400થી વધુ પરિવારોએ સ્થળાંતર કર્યું હતું અને આ બાળકો નજીકની મરાઠી માધ્યમની સ્કૂલમાં તે સમયે ભણતા હતા.
મરાઠીમાં અભ્યાસ છતાં પરીક્ષા ગુજરાતી ભાષામાં : આ સાથે મધ્યમ વર્ગ અને ઉચ્ચ માધ્યમ વર્ગમાં મરાઠી માધ્યમ માટેનો ક્રેઝ ઓછો થવાનું કારણ અંગ્રેજી માધ્યમનું વધતું જતું પ્રભુત્વ, સાથે સાથે બોર્ડ દ્વારા વર્ષ 2014માં જાહેરાત કરવામાં આવી કે મરાઠી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા તો ગુજરાતી માધ્યમના પેપર થકી આપવાની ફરજીયાત કરાઈ હતી. શહેરના મરાઠી પરિવારો એવું વિચારતા હતા કે કાયમ માટે ગુજરાતમાં રહેવું છે. તો પછી બાળકોને કા તો અંગ્રેજી માધ્યમ અથવા તો ગુજરાતી માધ્યમમાં ભણાવવા જોઈએ. આ સાથે જ મરાઠી માધ્યમ માટે સારા કોચિંગ ક્લાસીસના વિકલ્પ પણ ઓછા હતા અને પાઠ્યપુસ્તકોને બાદ કરતા મરાઠી ભાષામાં અન્ય કોઈ રેફરન્સ મટીરીયલ ઉપલબ્ધ હતું ન હતું.
અમારી સ્કૂલ 112 વર્ષ જૂની સ્કૂલ છે અને મહારાણી ચીમનબાઈ સ્કૂલ છે. આ સ્કૂલ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જમીન આપી હતી. આ સંસ્થા વર્ષ 1911માં શરૂ થઈ હતી અને આ જૂનામાં જૂની સ્કૂલ અને મરાઠી સ્કૂલોમાં એકમાત્ર કાર્યરત છે. આ સ્કૂલ બરોડા એડયુકેશન સોસાયટી ટ્રસ્ટ સ્કૂલનું સંચાલન કરી રહી છે. આ સ્કૂલમાં સંખ્યા ઘટવાના કારણો રહ્યા છે. - પી.આર. નિરભવને (આચાર્ય, એમ.સી. હાઈસ્કૂલ)
બાળકોને સ્કૂલમાં લાવવા માટે અનેક પ્રયત્નો : તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સ્કૂલ નજીકના સ્લમ વિસ્તારોમાંથી 1500 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. પરંતુ હાલમાં માત્ર 400 બાળકો અભ્યાસ કરે છે. સ્લમ વિસ્તારો હટાવવામાં આવ્યા જે જ્યાં સ્થળાંતર થયા ત્યાં સ્કૂલ ખોલવામાં આવી હોત તો મરાઠી સ્કૂલો આજે પણ શરૂ હોત. સરકાર દ્વારા આપવામાં આવતા પાઠ્યપુસ્તકો મરાઠી ભાષામાં હોય છે, શિક્ષણ માટે હંમેશા મોટિવેટ કરવામાં આવે છે. સંખ્યામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
- Rituraj Gaikwad : પતિ-પત્ની મરાઠી પણ લગ્નમાં તમિલનાડુની ઝલક જોવા મળી, આ હતું કારણ
- Bhavnagar News: સુમસાન પડેલી દીવાલો થઇ બોલતી, ભાવનગરના શિક્ષકે ચિત્રકળાથી શાળાની દીવાલો પર બનાવ્યા અસંખ્ય ચિત્રો
- Vadodara News : વડોદરામાં ટ્રાફિક સમસ્યા માટે વીએમસીની બેદરકારી જવાબદાર? સિટી બસો ઓછી મૂકતાં રિક્ષાઓનું અતિશય ભારણ વધ્યું