ETV Bharat / state

Vadodara news: મુખ્યપ્રધાનની સૂચના VMC એક્શનમાં, 11 ગેરકાયદે તબેલા હટાવ્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરાનું પાલિકા તંત્ર જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે તેને અટકાવવા માટે તંત્ર કામે લાગ્યું છે. વાઘોડિયા રોડ બાદ આજે સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara Manpa Put 16 More Cows In Cattle Box

author img

By

Published : Jan 18, 2023, 7:39 PM IST

મુખ્યપ્રધાનની સૂચના VMC એક્શનમાં

વડોદરા: વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં 11 જેટલા ઢોરવાડા આવેલા છે. ગેરકાયદેસર ઢોર વાળા સામે કાર્યવાહી કરવા પાલિકાની ટીમ પહોંચી હતી. પોલીસે સાથે રાખીને પાલિકાની ટીમે કાર્યવાહી આદરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કામગીરી પહેલા પણ ચાલતી હતી પરંતુ મુખ્યમંત્રીની સુચના મુજબ આ કાર્યવાહીને ઝડપી બનાવવામાં આવી છે. અલગ-અલગ ટીમો બનાવીને ગેરકાયદેસર ઢોરવાળા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

11 ગેરકાયદે તબેલા હટાવ્યા
11 ગેરકાયદે તબેલા હટાવ્યા

મુખ્યપ્રધાનની સૂચના બાદ પાલિકા તંત્ર જાગ્યુ: આ પહેલા વાઘોડિયા રોડ પર આવેલા 89 જેટલા ગેરકાયદેસર ઢોરવાડાને નોટિસ આપવામાં આવી હતી. માંજલપુરના ઢોરવાડા સામે ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આજે પાલિકાની ટીમ પરશુરામ ભઠ્ઠામાં આવેલા ગેરકાયદેસર ઢોરવાડામાં પહોંચી હતી. અત્યાર સુધીમાં પાલિકાએ 15 હજાર જેટલા પશુઓનું ટેકિંગ કર્યુ હતુ. હવે 3 હજાર જેટલા પશુઓનું ટેકિંગ બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ મારફતે પાલિકાને સૂચના આપી છે કે રખડતા ઢોર પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેને લઇને તંત્ર સફાળુ જાગ્યુ છે. પરશુરામ ભઠ્ઠામાં બાંધકામ વિભાગ દ્વારા પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી બાદમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Class 1 Admission Age : નવી શિક્ષણ નીતિને લઈને શાળા વાલી વચ્ચે ગેરસમજ

કુલ નવ જેટલી ટીમો કામે લાગી: દબાણશાખાના અધિકારીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રખડતા ઢોર મામલે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલ નવ જેટલી ટીમો કામે લાગી છે. જેમાં 78 જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ 409 જેટલા ગેરકાયદેસર ઢોરવાડાને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો Education loan for study abroad: વાલીઓ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને બાળકોને વિદેશ મોકલી રહ્યા છે

ગેરકાયદે પાણી અને ડ્રેનેજના કનેક્શનને કાપવામાં આવ્યા: દબાણશાખાની કામગીરી દરમિયાન નવ જેટલા ગેરકાયદે પાણી અને ડ્રેનેજના કનેક્શનને કાપવામાં આવ્યા છે. જેમાં ગેરકાયદેસર બાંધકામ કરેલા 6 જેટલા ઢોરવાડા દૂર કરવામાં આવ્યા છે. જ્યારે પરશુરામ ભઠ્ઠામાં ગેરકાયદેસર ઢોરવાળાને પહેલા નોટીસ આપવામાં આવી હતી અને અત્યારે ડિમોલેશનનું કાર્ય ચાલી રહ્યુ છે.

રખડતા ઢોરના હુમલામાં મોતની ઘટના: શહેરોમાં રસ્તાઓ ઉપર રખડતી ગાયોના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને કેટલાક ગાયો દ્વારા હુમલામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. રસ્તે રખડતી ગાયોનો ત્રાસ માત્ર વડોદરામાં છે, તેવું નથી. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં ગાયોનો ત્રાસ છે. ઉપરા-છાપરી ગાયોના હુમલામાં મોતની ઘટનાઓ બનતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. પરિણામે હાઇકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.