ETV Bharat / state

Love Jihad Case: યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા બાદ ગુર્જાયો ત્રાસ - સોશિયલ મીડિયા દ્વારા થયો હતો પરિચય

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરામાં લવજેહાદનો પ્રથમ કેસ સામે (vadodara Love Jihad Case) આવ્યો છે. લવજેહાદના આ કેસમાં પહેલા પરણિતાએ વિધર્મી પતિ વિરૂદ્ધ ફરિયાદ પરત ખેંચી લીધી હતી. જો કે લગ્ન બાદ સાસરિયાવાળાઓ ત્રાસ આપતાં પરણિતાએ ફરી પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ (woman filed complaint against husband and in-laws) દાખલ કરી છે. જે અંગે પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. (Love Jihad Case in gujarat)

પતિએ છૂટાછેડા માટે માંગ્યા 25 લાખ
પતિએ છૂટાછેડા માટે માંગ્યા 25 લાખ
author img

By

Published : Jan 11, 2023, 4:03 PM IST

વડોદરા: રાજ્યમાં લવ જેહાદના કાયદામાં આવેલા સુધારા બાદ સૌપ્રથમ લવ જેહાદનો કેસ વડોદરા શહેરના (vadodara Love Jihad Case) ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આ કેસમાં 26 વર્ષીય પરિણીતાએ તેના સાસરિયા અને પતિ વિરુદ્ધ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ (woman filed complaint against husband and in-laws) નોંધાવતાં ચકચાર મચી છે. પરિણીતાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે વિધર્મી પતિ તથા સાસુ અને સસરાની અટકાયત કરી છે. જેમની કોવિડ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. (Love Jihad Case in gujarat)

વિધર્મી યુવક સામેની ફરિયાદ પરત લીધી: સામે આવેલી માહિતી પ્રમાણે પરણિતાએ લગ્ન પહેલા વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. અને થોડા દિવસ બાદ વિધર્મી પતિની તરફેણમાં તેને જેલમાંથી છોડાવવા માટે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. જે બાદ આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લવ જેહાદના કેસમાં પતિ અને સાસુએ જબરજસ્તીથી સમાધાન કરાવ્યું અને વિધર્મી પતિએ છૂટાછેડા આપવા માટે પરિણીતા પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી.

પોલીસ સમક્ષ પરિણીતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે 6 ડિસેમ્બરે સાંજે પતિ અને સાસુએ મને સાવરણીથી માર માર્યો હતો અને સાથે જ ધમકી પણ આપી હતી કે લવ જેહાદનો કેસ પતી ગયો છે, હવે અમારુ કામ થઇ ગયું છે. તારા પેટમાં બાળક છે તેની અને તારી અમારે હવે જરૂર નથી. એમ કહીને વિધર્મી પતિ પરિણીતાના પેટના ભાગે લાતો મારતો હતો. જ્યારે પરિણીતા મોબાઇલ લેવા ગઇ ત્યારે તેણે તેનો મોબાઇલ પણ તોડી નાંખ્યો અને કહ્યું કે, તારી પાસે રેકોર્ડિંગ હશે તો તું પોલીસને સંભળાવીશને.

આ પણ વાંચો: લવ જેહાદ: મુસ્લિમ યુવકે સગીરા સાથે લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું

પોલીસે આરોપીઓની કરી અટકાયત: પરિણીતાએ અન્ય ફોનથી 100 નંબર ડાયલ કરતાં મકરપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને તે સમયે પતિ તથા સાસરિયાઓ ફરાર થઇ ગયા હતા. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે હું પહેરેલા કપડે પોલીસ સ્ટેશન આવી હતી. 16 ડિસેમ્બરે જ્યારે પતિને ફોન કરીને છૂટાછેડા આપવાનું કહ્યું તો તેણે સામે 25 લાખની માંગણી કરી હતી. તેણે ધમકી આપી કે, પૈસા હોય તો વાત કરજે નહીંતર બાળક લઇને તારા બાપના ઘરે રહેજે. આ મામલે ગોત્રી પોલીસે પતિ સીર તથા સસરા અબ્દુલ કુરેશી અને સાસુ ફરીદા કુરેશીની અટકાયત કરી છે અને કોવિડ ટેસ્ટ પછી તેમની ધરપકડ કરવામાં આવશે.

યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કર્યા લગ્ન: ફરિયાદમાં પીડિતાનું કહેવું છે કે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ પોતાને ક્રિશ્ચિયન ગણાવીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા પછી તેણે તેની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદથી જ તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. સંમત ન થવા પર તેની સાથે ઝઘડો કરી રહ્યો હતો. તે બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સમીરે લાંબો સમય જેલવાસ ભોગવ્યો હતો. તે બાદ તે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારથી દરરોજ પીડિતા સાથે મારપીટ કરતો. પિયરે ગઇ ત્યારે ત્યાં આવીને પણ મારઝુડ કરતો. જે બાદ પિતા સાથે પણ રકઝક તથા હાથાપાઇ કરી હતી. પિતાએ ફરિયાદ નોંધાવતા તેને પરત ખેંચવા પણ દબાણ કરતો હતો.

આ પણ વાંચો: અજાણી યુવતીનો ફોન આવતાં જ અમદાવાદનો વેપારી લલચાયો ને હનીટ્રેપમાં ગુમાવ્યા 2.69 કરોડ

સોશિયલ મીડિયા દ્વારા થયો હતો પરિચય: પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે સમીરને સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. તે સમયે સમીરે તેની પ્રોફાઈલમાં તેનું નામ સેમ લખ્યું હતું. મિત્રતા પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. દરમિયાન સમીરે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તેણી બે વખત ગર્ભવતી બની હતી અને બંને વખત સમીરે તેનો ગર્ભપાત કરાવ્યો હતો. આ પછી સમીરે તેની સાથે કોર્ટ મેરેજ કર્યા. થોડા દિવસો પછી તેને ફરીથી વડોદરાની એક મસ્જિદમાં લઈ જવામાં આવી અને ત્યાં હાજર બે લોકોએ બળજબરીથી નિકાહ પઢ્યા. આ પછી સમીરે પોતાની ઓળખ જાહેર કરી અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે પીડિતાએ તેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું તો તેણે તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. પીડિતાએ જણાવ્યું કે તે કોઈક રીતે તેના ચુંગાલમાંથી છટકી ગઈ અને સીધી ગોત્રી પોલીસ સ્ટેશન ગઈ અને તેની કેસ નોંધાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.