ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં પત્નીના પ્રેમીએ સોપારી આપી પતિને મારી નાખવાની, 5ની ધરપકડ - સાવલી પોલીસ

વડોદરાના રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહનો કેસ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અકસ્માત મૃત્યુ નહીં પણ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. જે સમગ્ર મામલો પોલીસે ધારદાર તપાસ કરતા 5 આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ હોવાનું પણ સામે આવ્યું છે.

Vadodara Crime : વડોદરામાં પત્નીના પ્રેમીએ સોપારી આપી પતિને મારી નાખવાની, 5ની ધરપકડ

author img

By

Published : Jun 5, 2023, 5:50 PM IST

વડોદરામાં પત્નીના પ્રેમીએ સોપારી આપી પતિને મારી નાખવાની

વડોદરા : ગત 31 મેના રોજ હાલોલ-સાવલી વચ્ચે આવેલ ખાખરીયા ગામ પાસેથી પસાર થતી દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પરથી મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દરમિયાન સાવલી પોલીસે અકસ્માતે મૃત્યુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રેલવે ટ્રેકથી 5 કિલોમીટર દૂરથી મૃતકની કાર મળી આવતા પોલીસે શંકા જતા વધુ તપાસ દરમિયાન આ અકસ્માતમાં મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતકની પત્નીને પ્રેમ કરનાર પ્રેમીએ જ હત્યા કરાવડાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલમાં સાવલી પોલીસે મૃતકની પત્ની સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

ગત 31 મેના રોજ સાવલીના ખાખરીયા રેલવે સ્ટેશન પરથી એક મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે સાવલી પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મરનાર જતીન દરજી કે જેઓ હાલોલના રહેવાસી છે. તેઓની કાર રેલવે ટ્રેકથી 5 કિલોમીટર દૂર મળતાની સાથે જ પોલીસને શંકા ગઈ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. - બી. એચ. ચાવડા (Dysp)

ટ્રેકથી 5 કિલોમીટર દૂર મળી કાર : પોલીસે મરનાર જતીન દરજીના મોબાઈલ નંબરની સીડીઆરની તપાસ કરતા તેજ દિવસની આગળની રાત્રે વધુ સમય સંપર્કમાં રહેનાર વિજય નાયક (ચાંપાનેર) નામના વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. આ અંગે પોલીસે તેને પકડી વધુ તપાસ કરી પૂછપરછ કરતા તેણે સંદીપ બલય બંનેએ મળી તેની હત્યા કરી છે. આ અંગેનું કરણ શુ છે તેના જવાબમાં નાગજી ભરવાડ નામના વ્યક્તિ કે જે હાલોલનો છે તેના કહેવાથી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ અંગે મરનારની પત્નીની ફરિયાદ લઈ 302નો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસને નિવેદન આપ્યું : આ દરમિયાન નાગજી ભરવાડે પોલીસને નિવેદન આપ્યું કે, હાલોલના ધર્મેશ પટેલ છે કે જેઓ મારા પાર્ટનર છે. તેઓએ ટ્રક લીધો હતો. તેનું ડાઉન પેમેન્ટ ધર્મેશે ભર્યું હતું. ધર્મેશે જતિનને મારવાની સોપારી આપી હતી. તે જાતીનની પત્ની બિરલને પ્રેમ કરે છે અને તેનો પતિ જતીન તેને હેરાન કરે છે, જેથી તેને મારવાનો છે.

દારૂની પાર્ટી બાદ મોત : બાદમાં નાગજી ભરવાડે વિજય નાયક અને સંદીપ બલયને જાણ કરી હતી. આ બંનેને બનાવના આગળના દિવસે બોલાવી દારૂની પાર્ટી કરી અને ગળું દબાઈ મારી નાખ્યો હતો. આ દરમિયાન મૃતદેહ રેલવે ટ્રેક પર નાખી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ધર્મેશ પટેલની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મરનાર જતિનની પત્ની સાથે પ્રેમસંબંધ હતો અને તે પત્નીને ત્રાસ આપતો હતો. તેથી તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું.

હપ્તા અને રૂપિયા આપવાની વાત કરી : આ ઘટનામાં જતીન દરજીને મારવા માટે ધર્મેશ પટેલે નાગજી ભરવાડને ટ્રકના હપ્તા ભરવાની અને મારનાર સંદીપ બલય અને વિજય નાયકને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. આ રકમને બદલે જતીન દરજીને મારી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામની હાલમાં પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા તમામ આરોપીઓ : ગુનામાં સંડોવાયેલ આરોપીએ વિજય ઉર્ફે અન્યો રામભાઇ નાયક, સંદીપ કનૈયાલાલ બલય, નાગજી મહેરામ ભરવાડ, ધર્મેશકુમાર ઉર્ફે ધમો પ્રવિણભાઇ પટેલ અને બીરલ વાઓ જતીનકુમાર હરેશભાઇ દરજી તમામે મળીને જતીન દરજીને હત્યાને અંજામ આપ્યો હતો.

  1. Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન
  2. Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકીને કરાઇ યુવકની હત્યા
  3. Rajkot Crime : રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાંથી આવ્યા બાદ પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.