વડોદરા : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી જ દરરોજ જોવા મળે છે. ગુજરાતની અંદર સૌથી મોટી સંખ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રોજબરોજ ઝડપી પાડવામાં આવે છે પરંતુ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપવા છતાં પણ ગુજરાતની પરીસ્થીતી યથાવત જોવા મળે છે. ત્યારે વડોદરાના વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.
શું હતો સમગ્ર મામલો : વાઘોડિયા પોલીસ આજવા રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ટાટા જેનોન યોદ્ધા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ગુતાલ તરફ જઈ રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે વાઘોડિયા પોલીસે સભેસર ગામ તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી દીધી હતી. ચોક્કસ બાતમી વાળી ગાડી આવી પહોંચતા. તેણે કોર્ડન કરી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Jamnagar Crime: 1.33 કરોડાના દારૂ પર પોલીસ બુલ્ડોઝર ફેરવી દીધુ
લસણની આડમાં દારુ : વાઘોડિયા પોલીસે સભેસર ગામ તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી દેતા ચોક્કસ બાતમી મુજબનો ટેમ્પો આવી પહોંચ્યો હતો. જેને કોર્ડન કરી તલાસી લેતા લસણના ભૂસાની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ ક્વાર્ટરીયા નંગ 2004 જેની કિંમત 2,68,800 તેમજ આરોપીઓની અંગજડતી કરતા મોબાઈલ એક જેની કિંમત રૂપિયા 5000, airtel કંપનીનું રાઉટર નંગ એક જેની કિંમત રૂપિયા 2000, ઝેનોન યોદ્ધા ગાડી જેની કિંમત રૂપિયા 5,00,000 આમ કુલ રૂપિયા 7,75,800 રૂપિયાનો મુદ્દામાલ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : Navsari Crime: સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, સમુદ્રમાર્ગે થતી હતી દારૂની હેરાફેરી
એક શખ્સની ધરપકડ : વાઘોડિયા પોલીસે લસણના ભુસાની આડમાં દારૂના જથ્થા સાથે કિરણ ઉર્ફે કરણ ભીમાભાઇ જાટને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. તેને લઈને આગળની તપાસ કરજણ પોલીસે હાથ ધરી છે. પરતું હાલ દારુ વેચાણ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.