વડોદરા : આજના આધુનિક સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે બહોળો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો નિશિત મેકવાને એવું ગેસ રેગ્યુલેટરનું નિર્માણ કર્યું છે કે જે, સંપૂર્ણ ઓટોમેટિક મેકેનિઝમ આધારિત કાર્યરત છે. તેનો ઉપયોગ ખાસ કરીને રસોઈ કામ કરતી ગૃહિણીઓના સમય, ઇંધણ અને અકસ્માતથી બચવા ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ ઓટોમેટીક રેગ્યુલેટર ટાઇમરના માધ્યમથી કોઈપણ ખોરાક રાંધતા કે મૂકીને જતા રહેતા સંપૂર્ણપણે સુરક્ષિત રાખશે. સાથે પ્રેશર કુકરથી થતા બ્લાસ્ટથી પણ બચી શકશે તેવુ ઓટોમેટિક રેગ્યુલેટર તૈયાર કર્યું છે.
હું મિકેનિકલ એન્જિનિયરિંગમાં હાલોલ ખાતે ITM એન્જિનિયરિંગનો અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. મેં આ પેટન્ટ બનાવી છે તે ઓટોમેટિક ગેસ રેગ્યુલેટર છે. જેની પર હું છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહ્યો હતો. જેની પેટન્ટ મંજૂર થઈ છે. આ એક પ્રોડક્ટ છે જેનાથી કિચનને ઓટોમેટિક કરી શકાય છે. - નિશિત મેકવાન (મિકેનિકલ એન્જિનિયર)
કઇ રીતે કામ કરે છે રેગ્યુલેટર : આ પેટન્ટને હાલમાં થ્રીડી પ્રિન્ટ કરી પ્લાસ્ટિકનું મોડલ વિકસાવ્યું છે. આ રેગ્યુલેટરમાં બે મુખ્ય ફંક્શન આપવામાં આવ્યા છે. કોઈપણ કિચનનું અપલાયન્સ હોય જેમાં ગેસ સ્ટવમાં નોબ આવે છે, તેનાથી ગેસ બંધ ચાલુ કરી શકાય છે. તેની જગ્યાએ મિકેનિકલ વર્ઝન બનાવવામાં આવ્યું છે જે ઓટોમેટિક છે. જેમાં એક ટાઈમર સેટ કરી શકાય છે, સાથે પ્રેશરકૂકરમાં વિસલ સેટ કરી શકાય છે. ટાઈમર સેટ કર્યા બાદ ઓટોમેટિક ગેસ બંધ થઈ જશે. આ સાથે વિસલ સેટ કરવા સ્ટવ સાથે એક કેપ આપવામાં આવશે. જે પ્રેશરકુકરમાં રહેલા સીટી પર મુકતા જેટલી પ્રેશરકૂકરમાં સીટી વગાડવી હશે તેટલી વાગીને ઓટોમેટિક ગેસ બંધ થઈ જશે.
ઓટોમેટિક મિકેનિઝમ રેગ્યુલેટર : આગળ આ પ્રોડક્ટ માટે હજુ થોડો સમય લાગશે. જેમાં વિવિધ પ્રોસેસિંગ બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે સરકાર તરફથી તેની મજૂરી આપવામાં આવી છે. આ ખાસ કરીને રસોડામાં મહિલાઓનો સમયમાં બચાવ થશે. જેમાં કોઈ જમવાની કોઈપણ ચીજ વસ્તુઓ બનાવતા ગ્યાસ સાથે ઉભું રહેવું પડે છે તેમાંથી છુટકારો મળશે. આ સાથે ગ્યાસમાં કેટલીક વાર બ્લાસ્ટ કે લીકેજ થવાની સંભાવનાઓ હોય છે. જેમાં કુકર કે અન્ય રાંધેલ ખોરાક બળી ન જાય અને યોગ્ય સમયે પ્રેશરકુકર બંધ થઈ જવાથી તેને રોકી શકશે અને બ્લાસ્ટ પણ નહીં થાય. આ સાથે બાળક ગ્યાસ જોડે જવાથી ઘણીવાર અકસ્માત થવાની સંભાવના હોય છે, તે માટે ચાઈલ્ડ લોક પણ મુકવામાં આવ્યું છે અને ઇમરજન્સી મિકેનિઝમ પણ મુકવામાં આવ્યું છે.