વડોદરાઃ જિલ્લાના સાવલી ગામે જશોદા નગર સોસાયટીમાં અને ગોઠડા ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. જેમાં 5થી 6 લોકોને ઈજા થઈ હતી.
![vadodara news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-vadodara-savali-vanarpaajrepurayo-videostory-gj10042_29092020143205_2909f_1601370125_308.jpg)
કપિરાજ આવતા-જતા લોકોને બચકા પણ ભરતો હતો. જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો કપિરાજથી બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે બહાર નિકળતા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરાતા આજે મંગળવારે વહેલી સવારે પાંજરૂ મૂકી કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
![vadodara news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-vadodara-savali-vanarpaajrepurayo-videostory-gj10042_29092020143205_2909f_1601370125_740.jpg)