ગુરૂવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા મતગણતરીના દિવસે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવા માટે રિહર્સલ હાથ ધર્યું હતું. તેમજ વડોદરા જીલ્લા ચુટણી અધિકારી શાલીની અગ્રવાલે પણ મતગણતરી સ્થળની મુલાકાત લઈ દરેક સુરક્ષા વ્યવસ્થાનું ચોકસાઈ પુર્વક નિરિક્ષણ કર્યું હતું. જો કે, મતગણતરી સ્થળ પર વડોદરા શહેર પોલીસના અંદાજે 500થી વધુ જવાનો કાઉન્ટિંગ બુથ પાસે તેનાત રહેશે.
સમગ્ર વ્યવસ્થા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવાનું પણ જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડોદરા લોકસભા બેઠકના પરિણામની વિગતો ઓનલાઇન વેબસાઇટ http://results.eci.gov.in ઉપર જોઇ શકાશે. તેમજ ચૂંટણી પંચની Voter Help Line Mobile App ઉપર પણ જોઇ શકાશે.
વડોદરામાં મતણતરી માટે પોલીટેકનિક કોલેજમાં સુરક્ષા માટે ચુસ્ત બદોંબસ્ત - gujarati news
વડોદરા: લોકસભા બેઠકની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થવાની હોવાથી મતગણતરી સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. પોલીટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરુમ અને તેની આસપાસનો વિસ્તાર અર્ધલશ્કરી દળોના હસ્તક છે. બહારનો ભાગે શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મહિલા કર્મચારીઓ તૈનાત રહેશે. એમ.એસ.યુનિવર્સીટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે વડોદરા લોકસભા બેઠકના ઇવીએમ માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે.