વડોદરાઃ ડભોઈ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ પ્રેમી યુવક સાથે ઝડપાયા વિવાદ સર્જાયો હતો. આ મહિલા કોન્સ્ટેબલ 6 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી એકાએક ગુમ થયા હતા. આ અંગે તેમના પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ડભોઈ પોલીસ સ્ટેશનના PI એસ. જે. વાઘેલાએ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી. તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી પ્રેમી યુવક સાથે ઝડપાયાં હતાં. ત્યારે હવે આ મામલે SP રોહન આનંદે તાત્કાલિક ધોરણે મહિલા કોન્સ્ટેબલની ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખી છે.
આ પણ વાંચો Vadodara News: મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા
ગુમ થયાં બાદ મામલો ગરમાયો હતોઃ આ મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની જાણ થતાં જ પોલીસે તેમની તપાસ શરૂ કરી હતી. પોલીસે તેમના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેક કરતાં તેમનું લોકેશન મહારાષ્ટ્રમાં જણાયું હતું. એટલે એક ટીમ મહારાષ્ટ્ર માટે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી આ બંને વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા. છેવટે આ બંનેનું કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતાં. પરંતુ આ પોલીસકર્મીના કારણે આ મામલો ઘણો ગરમાયો હતો અને ચર્ચાનાં ચકડોળે ચડયો હતો.
આ પણ વાંચો MD Drugs : SOG એ MD ડ્રગ્સની ડીલેવરી કરી ફેલ, બે શખ્સોની ધરપકડ
મહિલા કોન્સ્ટેબલની ડેસર બદલી કરાઈઃ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આ મહિલા કોન્સ્ટેબલની આ વિવાદાસ્પદ મામલાને કારણે તાત્કાલિક ધોરણે ડેસર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવાનાં હુકમો કરવામાં આવ્યા છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટનાને કારણે તેમનો રજા રિપોર્ટ મૂકીને ગયાં હોવાથી હાલ તેમને પરિવાર સાથે રાખવામાં આવ્યા છે.
SPના નિર્ણયથી પોલીસ બેડામાં ખળભળાટઃ ડભોઇ પોલીસ બેડામાં આ મહિલા કોન્સ્ટેબલની ઘટનાને લઈને ભારે વિવાદ થયો હતો. આના કારણે તાત્કાલિક ધોરણે તેઓની બદલી કરી દેવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં ચાલતી ચર્ચાઓ મુજબ, આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના આવા વિવાદોથી સમગ્ર પોલીસ વિભાગને ભારે છાંટાં ઉડયા છે. હવે જોવાનું એ રહે છે કે, ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભાગ આ મામલે બીજા કોઈ કડક કાયદેસરનાં પગલાં ભરે છે કે નહીં?