ETV Bharat / state

ડભોઈ તાલુકાનાં કરણેટ સહિતનાં ગામોમાં ભૂમાફિયા બેફામ - ગ્રામજનોનો ભારે હોબાળો - Orsang River area Minning

છેલ્લા કેટલાય સમયથી ડભોઈ તાલુકાનાં કરણેટ સહિતનાં આસપાસનાં ગામોમાંથી (illegal mining issue Dabhoi Vadodara) ઓરસંગ નદીના પટ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી અને માટીનું મોટાપાયે ખનન ચાલી રહ્યું છે. જેના કારણે ડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોમાં પીવાનાં પાણીની મોટી સમસ્યા સર્જાય તો કોઈ નવાઈ નહીં. ભૂસ્તર વિભાગનાં હાલમાં ફરજ બજાવતાં જવાબદાર અધિકારીઓની સામે પ્રશ્નો ઊભા થયા છે.

ડભોઈ તાલુકાનાં કરણેટ સહિતનાં ગામોમાં ભૂમાફિયા બેફામ - ગ્રામજનોનો ભારે હોબાળો

author img

By

Published : Dec 24, 2022, 6:29 PM IST

ડભોઈ: છેલ્લા કેટલાય સમયથી ડભોઈ તાલુકાનાં કરણેટ સહિતનાં આસપાસનાં ગામોમાંથી ઓરસંગ નદીના (Orsang River area Minning) પટ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી અને માટીનું (illegal mining issue Dabhoi Vadodara) મોટાપાયે ખનન ચાલી રહ્યું છે. જેના કારણે ડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોમાં પીવાનાં પાણીની મોટી સમસ્યા સર્જાય તો કોઈ નવાઈ નહીં. ભૂસ્તર વિભાગનાં હાલમાં ફરજ બજાવતાં જવાબદાર અધિકારીઓની નિષક્રિયતા અને આંખ આડા કાન રૂપેની બેદરકારીને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.

તંત્રની આંખ બંધઃ આ કારણે સરકારને અને સ્થાનિક ખેડૂતોને પણ મોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી રહયું છે. તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી. ઓરસંગ નદીનાં પટ ઉપર ડભોઈ તાલુકાનાં કરણેટ ગામ સહિતનાં આસપાસનાં ગામોમાં બેફામ રીતે રેતી ખનન થવાના કારણે સ્થાનિક ગ્રામજનોને મોટું નુકશાન થવાનો ભય છે. જેથી ગ્રામજનોએ આ બાબતે મોટો હોબાળો મચાવ્યો હતો.

પાણીની સમસ્યાઓઃ કરણેટ ગામની મહિલાઓએ પણ પોતાની આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,ગેરકાયદે થતી ખનન પ્રવૃત્તિથી મોટું નુકશાન થઈ રહયું છે. આ ખનન પ્રવૃત્તિઓથી પીવાનાં પાણીની મોટી સમસ્યા ઉભી થવાનો ડર ગ્રામજનોમાં રહેલો છે. આમ, આ ખનનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્થાનિક અગ્રણીએ ઝુંબેશ ઉપાડી છે. આ ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ છેલ્લા બે - ત્રણ માસ ઉપરાંતથી કરવામાં આવી રહયું છે. જે અંગેની જાણ વહીવટી તંત્રને સ્થાનિકો દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

તંત્રની બેદરકારીઃ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ ઉપર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી હકીકત સ્થાનિક અગ્રણી પાસેથી જાણવા મળી રહી છે. આ ગેરકાયદે રેતી અને માટી ખનનનું મુખ્ય કારણ શું છે ? તે સમજી શકાય તેમ નથી. પ્રજાજનો તેનો જવાબ વહીવટી તંત્ર પાસે માંગે રહયાં છે ? શું વહીવટી તંત્ર આ ખનન પ્રવૃત્તિથી અજાણ છે? શું આ વહીવટી તંત્રને જાણ કરવા છતાં પણ તેઓ સ્થળ વિઝીટ કરતા ગભરાય છે? કે પછી તેનું સાચું કારણ બીજું કંઈક છે, એ તો આવનારો સમય જ બતાવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.