વડોદરા: ઇન્ટરનેટના ડિજિટલ યુગમાં ઓનલાઈન માધ્યમથી થતી ગુનાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે. સામન્ય રીતે લોકો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન પેમેન્ટનો મોહ રાખતા હોય છે. જેમ જેમ આધુનિક યુગ આગળ વધી રહ્યો છે. તેમ તેમ સાયબર ઠગ જાણ અપગ્રેડ થઈ રહ્યા છે. જાણે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ લોકોને ખંખેરવા માટે થઈ રહ્યો હોય એવો ઘાટ છે. વિવિધ ટેક્નિકલ કિમીયાઓ અપનાવી ઠગાઈ આચરી રહ્યા છે. લોકોના બેંક ખાતાઓ સાફ કરી રહ્યા છે. આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં એક પ્રોફેસર ભોગ બન્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી
મોબાઈલ નંબરથી ક્રાઈમઃ વડોદરાની એમ એસ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફિસર પોતાનો મોબાઈલ નંબર લાંબા સમયથી બંધ થઈ જતા અને બેંક એકાઉન્ટ ચેક ન કરતા તે નંબરના સહારે સાયબર ઠગે કુલ 65 જેટલા ટ્રાન્જેક્શન થકી રૂપિયા 47 લાખથી વધુની ઠગાઈ આચરનારો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં રહેતા નરોત્તમદાસ પટેલ 15 વર્ષ અગાઉ વડોદરાની એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિકલ વિભાગમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા. દીકરો અમેરિકા રહેતો હોવાને કારણે તેઓ ઘણીવાર તેને મળવા માટે અમેરિકા જતા હતા.
બેંકમાં ગયાઃ વર્ષ 2018માં તે દીકરાને મળવા માટે અમેરિકા ગયા હતા અને ત્યારબાદ કોરોના આવી જતા તેઓને માર્ચ 2023 સુધી ત્યાં જ રોકાવું પડ્યું હતું. આ દરમિયાન તેઓ તેમની બેંકની પાસબુક તેમના ભાઈને આપીને ગયા હતા. દીકરાને મળવા અમેરિકા ગયેલા નિવૃત પ્રોફેસર ત્રણ વર્ષ બાદ માર્ચ 2023 લમાં પોતાના વતન વડોદરા આવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ તેઓએ પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે બેંકમાં ગયા હતા.
આ પણ વાંચોઃ Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો
આટલા બધા ટ્રાંઝેક્શનઃ બેંકનું કામ પુરૂ થયા બાદ તેઓને જાણ થઈ હતી કે, ખાતામાં વિવિધ 65થી વધુ વખત ટ્રાન્જેક્શન થયા છે. અજાણ્યા વ્યક્તિએ આ ટ્રાન્જેક્શન થકી રૂપિયા 47,10,247ની ઠગાઈ કરી હતી. જેથી આ અંગે પ્રોફેસરે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઠગાઈ અંગે સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા ઇસમે કઈ રીતે ઠગાઈ આચરી, મોબાઈલ નંબર નો કઈ રીતે ઉપયોગ કર્યો અન્ય કોઈ સંપર્કમાં હતું કે કેમ તે બાબતે હાલમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.