વડોદરા: જો તમે એવુ વિચારતા હોય કે ઘર થોડીવાર માટે ખુલ્લું મૂકીને બાજુમાં કામ પતાવી આવીએ તો કોઇ વાંધો નહી. તો આ થોડુ ભૂલભરેલું છે. કારણ કે વડોદરાનો આ કિસ્સો તમારી આંખ ખોલી દેશે. નાનકડા કામ માટે પણ ઘરને તાળું મારીને ન જવું ભારે પડી શકે છે. નાનકડી ભૂલે મોટું નુકસાન કરાવ્યું ulgx. આવુ શહેરના સમા વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઇના પરિવારને ભરબપોરે જ્યારે લોકો લંચ લઇ રહ્યા હોય ત્યારે ચોર ઇસમોએ મોકાનો ફાયદો ઉઠાવી લાખોના ઘરેણાં લઇને ફરાર થઇ ગયા હતા. માત્ર 35 મિનિટમાં તો કબાટ ખાલી કરી લાખોના ઘરેણા લઇ અજાણ્યા ઇસમો ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આમ વડોદરામાં લાખોની મતા ઘડીકમાં ચોરાઈ ગઇ હતી.
સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ : 4,90,000ની મત્તાની ચોરી બપોરે 12:45થી 13:20ના સમયગાળામાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી ઘરના ઉપરના માળે જઇ બે કબાટ તથા તિજોરીમાં રાખેલ સોનાના દાગીના કુલ કિંમત 4,90,000ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો Vadodara Crime: વડોદરામાં 100 થી વધુ કારો ભાડે લઈ ઠગાઈ કરી ફરાર આરોપી પોલીસ પક્કડથી દૂર
દરવાજાને લોક માર્યા વગર નીકળ્યાં હતાં : સમા પોલીસ મથકમાં ફરિયાદ: ફરિયાદી નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘનશ્યામભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિ સમા વિસ્તારની વૈભવપાર્ક સોસાયટીમાં રહે છે. ઘરની નીચે તુલજા ફ્લોર મીલની દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યુ કે હું બપોરે 12:45 કલાકે મારા ઘરેથી અમારી બીજી તુલજા ફ્લોર મીલની દુકાન પર મારા પત્નીને લેવા ગયો હતો. ત્યારે હુ ઉતાવળમાં મેન દરવાજાને લોક માર્યા વગર મારી પત્નીને લેવા નિકળી ગયો હતો.પત્નીને લઇ પરત ફરતા મારા ઘરે જોતા ઘરની જાળીનું લોક ખુલેલું હતુ અને જાળીને અંદર નીચે સ્ટોપર મારેલ હતું. મારા ઘરની નીચે રહેતા ભાડુઆત રાકેશકુમાર ચાવડાને મે બોલાવ્યા હતાં. તેઓએ અંદરની સ્ટોપર ખોલી હતી.
નજરોનજર શું જોયું : ઘનશ્યામભાઇએ જણાવ્યું કે હું અને મારા પત્ની બન્ને ઉપરના માળે મકાનમાં ગયા અને જોયું તો અંદરના રૂમમાં બે કબાટ અને તીજોરી ખુલ્લા હતા અને સામાન વેર વિખેર પડ્યો હતો. જે બન્ને કબાટ અને તીજોરીમાં જોતા મારી પત્ની, દીકરી અને મારી બન્ને વહુના સોનાના દાગીના ગાયબ જોવા મળ્યા હતાં. ચોરી થયેલી વસ્તુઓ 4 સોનાના સેટ કિંમત આશરે રૂ. 1,30,000, 3 સોનાના મંગળસૂત્ર કિંમત આશરે રૂ.1,20,000, સોનાના ડોકીયા 4 નંગ- કિંમત આશરે રૂ.60,000, સોનાના પાટલા બે જોડી કિંમત આશરે રૂ.75000, સોનાની કાનની ત્રણ જોડી સેરો કિંમત આશરે રૂ.15,000, સોનાની વીટીંઓ 10 કિંમત આશરે રૂ.30,000, સોનાની બુટ્ટીઓ 9 જોડી કિંમત આશરે રૂ.30,000, સોનાની લક્કી નંગ 2 કિંમત આશરે રૂ.30,000, કુલ કિંમત રૂ.4,90,000ની મતા ચોરાઇ ગઇ હતી.
આ પણ વાંચો Rajkot Crime : જીપીએસ સીસ્ટમથી કારને ટ્રેક કરી બીજી ચાવીથી કાર ચોરી કરી જતી ટોળકીનો પર્દાફાશ
સીસીટીવી આવ્યા સામે : ઘનશ્યામભાઇએ જણાવ્યું કે આમ મારા ઘરમાં રાખેલ સોનાના દાગીના કુલ કિંમત રૂ. 4,90,000ની મત્તાની ચોરી થઇ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરવા જણાવ્યુ હતું. જો કે આ ઘટનાને લઇને સીસીટીવી સામે આવ્યા છે. જેમાં 1 વાગે એક યુવક વાઇટ કલરની ટી-શર્ટ પહેરી પાછળ બેગ લટકાવી નીકળતો નજરે પડે છે. પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.