વડોદરા : વડોદરામાં ભંગારના વેપારી રાજુનાથ હત્યા મામલે મુખ્ય આરોપી રાજુ અને બેચર ભરવાડને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન યોજાયું હતું. જેમાં આરોપીઓએ કેવી રીતે અપહરણ કર્યું અને હત્યા કર્યા બાદ લાશને કઇ જગ્યાએ ફેંકી ત્યાં સુધીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
હરણી પોલીસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન : વડોદરા શહેરના દરજીપૂરા એરફોર્સ સ્ટેશન વિસ્તાર નજીક ભંગારનો વેપાર કરતાં સાળાબનેવીનું ચાર ઈસમો દ્વારા બેટરી ચોરીના મામલે અપહરણ કરી તેઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં રાજુનાથ યોગીનું મોત નિપજ્યું હતું. જેમાં મુખ્ય બે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડને સાથે રાખી હરણી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રકશન : શહેરના દરજીપૂરા વિસ્તારમાં આવેલ ભંગારના વેપારી સાળાબનીવીને અપહરણ કરી આજવા નજીક ફાર્મહાઉસ પર લઈ જઈ તેઓને ઢોર માર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓને માર મારતા કૈલાશનાથના બનેવી રાજુનાથનું મોત નીપજ્યું હતું. જેમાં હત્યારા રાજુ ભરવાડ અને બેચર ભરવાડ દ્વારા લાશને હાલોલ નજીક ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ આ બંને હત્યારા ફરાર થઈ ગયા હતા. હત્યાના પગલે મારવાડી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સમગ્ર મામલે હરણી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી શરૂઆતમાં જ બે મુખ્ય આરોપીને ઝડપી પડ્યા હતા.
આ પણ વાંચો Vadodara news: ભંગારના વેપારીઓનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને હરણી પોલીસે દબોચ્યા
મુખ્ય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ : ઝડપાયેલ આરોપીમાં રાજુ ભરવાડ અને બેચર ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હરણી પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેની સામે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાથે અન્ય બે વોન્ટેડ આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. જેમાં મેહુલ ભરવાડ અને નિલેશ ભરવાડ બંને પોલીસ કસ્ટડીમાં છે.
અપહરણ દરમ્યાન લાફા ઝીંક્યા : હરણી પોલીસ દ્વારા આજે મુખ્ય બે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડને હરણી પોલીસ મથકથી સૌ પ્રથમ દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલ ભંગારના ગોડાઉન પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ઘટનાના રીકન્સ્ટ્રક્શનમાં મુખ્ય આરોપીઓએ સાળાબનાવીને અપહરણ દરમ્યાન લાફા ઝીંક્યા હોવાનું પણ રટણ કર્યું હતું. અપહરણ કરીને ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા હતા ત્યાં પણ પોલીસે યોગ્ય તપાસ થઈ શકે તે માટે હત્યા અને માર મારવામાં આવ્યો હતો તે મામલે રીકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું અને ત્યારબાદ આ બંને આરોપીઓને જે જગ્યાએ લાશ ફેંકી હતી તે સ્થળ હાલોલ ખાતે પણ લઈ જવાયા હતા. જેથી કરી આ કેસમાં યોગ્ય તપાસ થઈ શકે.
આ પણ વાંચો Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો
ફાર્મહાઉસ પરથી પુરાવા એકત્રિત કરાયા : આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેઓની કસ્ટડી દરમિયાન પૂછતાછ કરવામાં આવી હતી. અપહરણ અને હત્યા સુધીની ઘટનામાં બંને આરોપીઓને હાલમાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મળેલ છે. ત્યારે ઘટનાના તમામ પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે ફાર્મ હાઉસ પરથી અપહરણ બાદ બંને વેઓરીઓને ઢોર માર માર્યો હતો અને લીલું અને સુકું મરચું પણ ખવડાવ્યું હતું. તે સાથે માર મારવા દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ પીવીસી પાઈપનો ટુકડો પણ કબ્જે લીધો છે. માર મારવા દરમ્યાન હત્યા થતા આરોપીએ પુરાવાનો નાશ કરવા ચહેરો ખરાબ કર્યો હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
વધુ પુરાવા એકત્રિત કરવા રીકન્સ્ટ્રકશન : આ મામલે હરણી પી આઈ સંદીપ વેકરીયાએ જણાવ્યું હતું કે આ જગ્યાએથી બંને લોકોનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓને ફાર્મહાઉસ પર લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેનું સંપૂર્ણ વર્ણન આરોપી જાતે વર્ણન કરશે અને ત્યાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો. કયા કયા પુરાવા હજુ મળી શકે છે અને ત્યારબાદ લાશને કઈ જગ્યાએથી ક્યાં લઈ ગયા હતા તે સ્થળ પર પણ લઈ જવાશે. ત્યાં કઈ રીતે બોડી ઉતારી અને તે સમયે કોઈ વ્યક્તિ હાજર હતો કે કેમ તે સમગ્ર બાબતે અન્ય કોઈ પુરાવા મળી શકે છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.