ETV Bharat / state

વ્યાજખોરોનો ત્રાસ: સુસાઇડ નોટમાં સુપરવાઇઝર સહિત 4નાં નામ લખી ગાર્ડનો આપઘાત

વડોદરા L&T નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારીનો વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુસાઇડ નોટમાં કંપનીના સુરવાઇઝર સહિત 4ના નામ હોય તમામ સામે બપોદ પોલોસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વ્યાજખોરોના ત્રાસ: સુસાઇડ નોટમાં સુરવાઇઝર સહિત 4ના નામ લખી સિક્યુરિટી ગાર્ડનો આપઘાત

author img

By

Published : May 10, 2023, 11:33 AM IST

Updated : May 10, 2023, 9:27 PM IST

વડોદરા: સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ વિભાગ દ્વારા મુહિમ ચાવવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર શહેરમાં વ્યાજખોર ના ત્રાસથી નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. ગત રોજ સાંજના સુમારે L&T નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીએ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેઓએ સુસાઇડ નોટમાં કંપનીના સુપરવાઈઝર સહિત 4 લોકો 10 ટકા વ્યાજે પૈસા લેતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેઓ ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટના આધારે બપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વ્યાજખોરોના ત્રાસ: સુસાઇડ નોટમાં સુરવાઇઝર સહિત 4ના નામ લખી સિક્યુરિટી ગાર્ડનો આપઘાત
બપોદ પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી

ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: શહેરના આજવા રોડ કમલનગર તળાવ પાસે આવેલ મારુતિ હાઇટ્સમાં રહેતા યોગેશભાઈ સંતોષભાઈ પવાર પરિવાર સાથે રહે છે. તેઓ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. તેઓના સાઢુ ગોકુલ પવારે બપોદ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સાંજના સુમારે યોગેશભાઈ પવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાંજ પરિવારના સભ્યો દોડી ગયા હતા. યોગેશભાઈને પલંગમાં સુવડાવ્યા હતા ત્યાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘણાને લઈ પરિવારમાં ગમગીની ફેલાઈ હતી.

સુસાઇડ નોટમાં સુરવાઇઝર સહિત 4ના નામ

સુસાઇડ નોટમાં વ્યાજખોરનો ત્રાસ હોવાનો ઉલ્લેખ: એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ આપઘાત પૂર્વે પોતાની વેદનાને સુસાઇડ નોટમાં ઠાલવી હતી. તેઓએ લખ્યું હતું કે પત્ની અને દીકરી મને માફ કરી દેજો. હું ગણા દિવસોથી મારવાની કોશિશ કરતો હતો પરંતુ તમને બહુજ પ્રેમ કરતો હોવાથી પણ હું તેને કબીલ નથી. મને તો કંપનીના 3-4 લોકો મારી પાસેથી 10 ટકા વ્યાજે પૈસા માંગે છે મેં તેઓને દર મહિને પૈસા ચૂકવ્યા છે માત્ર એક મહિનાના બાકી છે. તેઓ ઘરે આવવાની અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેમાં સુપરવાઇઝર પ્રકાશ, ભરવાડ,કાલુ લકુલેશ અને ઉજવલ પટેલ જેવા નામોનો ઉલ્લેખ કર્યો છે. તેવો ખૂબ હેરાન કરતા હતા. તેઓને છોડતા નહીં તેવું લખ્યું હતું. આ આધારે પોલીસે સુસાઇડ નોટનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ફરી વ્યાજખોરનો આતંક શરૂ: બપોદ પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જે ફરિયાદ મુજબ બે દિવસ અગાઉ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગરમાં રહેતા ચેતન વાળંદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવાર જનોના આક્ષેપો હતા કે તેઓને વ્યાજખોરોનો ત્રાસ છે અને તેઓને વારંવાર ધમકી આપવામાં આવે છે. આ આપઘાતના પ્રયાસમાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત સારી છે. પરંતુ ફરી એકવાર શહેરમાં વ્યાજનો આતંક જોવા મળી રહે છે ત્યારે પોલીસ વિભાગ કઈ રીતે કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહેશે. આ મામલે બાપોદ પી આઈ સી પી વાઘેલાએ જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. મૃતક પાસેથી મળેલ સુસાઇડ નોટ કબ્જે કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ

સોશિયલ મીડિયા ક્લોનિંગમાં સતત વધારો, જાણો બચવા માટે શું કરવું...

Karnataka Election 2023: કોણ બનશે કર્ણાટકના સીએમ? વોટિંગ શરૂ, PM મોદીએ કરી અપીલ

Last Updated : May 10, 2023, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.