ETV Bharat / state

Vadodara Crime : એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરી, પોલીસે ઝડપી યુપીની ઠગટોળકી - ATM

ચોરટોળકીઓ ગુના આચરવાની ફિરાકમાં જ હોય એમાં વૃદ્ધોને ઝડપથી ફસાવી લેતાં હોય છે. પાદરાના એક ગામમાં વૃદ્ધને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી લઇ અસલી એટીએમ તફડાવીને 2,54,000 રુપિયા તફડાવી લેવાની ઘટના બની હતી. જોકે પોલીસે ત્રણ ગઠીયાને પકડી લીધાં છે.

Vadodara Crime : એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરી, પોલીસે ઝડપી યુપીની ઠગટોળકી

author img

By

Published : Mar 7, 2023, 4:02 PM IST

નોઈડા દિલ્હીની ટોળકીના 3 આરોપીને પાદરા પોલીસે ઝડપી પાડયાં

પાદરા : ગત અઠવાડિયે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂપિયા 2,54,000ની છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી થયાના કિસ્સાઓ બન્યા હતા. આવાં બનાવોમાં ફરિયાદ નોંધાતી હોય છે ત્યારે આ ઠગ ટોળકી પકડાય છે પણ તેઓ ફરીવાર એવા ગુના આચરતાં રહે છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરામાં પુનઃ એક વખત આ ટોળકી સક્રિય બની હતી.

એકલબારા ગામના વૃદ્ધ છેતરાયા : પાદરા તાલુકાના એકલબારા ગામની અંદર સોમાભાઈ લાલજીભાઈ પઢીયાર જે પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા ગયેલા ત્યારે આ ત્રણ જેટલા ઈસમોએ એટીએમની હેરાફેરી કરી રૂપિયા 2,54,000 તેમના ખાતામાંથી ઉપાડી લીધા હતા. નોઈડા દિલ્હીની ટોળકીના 3 આરોપીને પાદરા પોલીસે ઝડપી પાડયાં હતાં. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં છેતરપિંડી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી ત્યારે ગત બે ફેબ્રુઆરીના રોજ એક ખાતેદારના એટીએમ કાર્ડની અદલાબદલી કરી ખાતાંમાંથી 2.54 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો હતો.

આ પણ વાંચો સુરતઃ ATMમાં કેશ નાંખવા આવતી કેશવાનના ગાર્ડે જ ATMમાંથી 24 લાખની ચોરી કરી

ત્રણે આરોપી ઉત્તરપ્રદેશના વતની : પાદરામાં એટીએમ કાર્ડ દ્વારા છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી નોઈડા દિલ્હીની ટોળકીના 3 આરોપીને પાદરા પોલીસે ઝડપી પાડયા છે. જેમાં અંકિતકુમારસિંહ ચૌધરી, સાગર ઉર્ફે અંકુર, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ત્રણે આરોપી મૂળ બુદ્ધનગર, ઉત્તર પ્રદેશ રાજ્યના હોવાનું બહાર આવ્યું છે. આ આરોપીઓ બીજા કેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલા છે અને કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તેની પૂછપરછ માટે હાલ તેમના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાદરા પોલીસે ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પોલીસે ત્રણ ગઠીયાને પકડી લીધાં
પોલીસે ત્રણ ગઠીયાને પકડી લીધાં

અસલ એટીએમ કાર્ડ લઇ લીધું નકલી પધરાવ્યું : આ ઘટનામાં એવું હતું કે ગત મહિનાની સાતમી તારીખે પાદરાના હરણમાળ પાસે એક વૃદ્ધને છેતરપિંડી કરી 2,54,000 રૂપિયા આરોપીઓએ ઉપાડી લીધા હતા. વૃદ્ધને પૈસાની જરૂર હતી તેથી તે ATMમાં ગયા હતા. જ્યાંથી તેમણે પોતાના પૈસા ઉપાડ્યા હતા. ત્યાં એક યુવક મોઢા પર રૂમાલ બાંધીને ઊભો હતો અને પોતે રૂપિયા ઉપાડવા આવ્યો હોય તેમ દેખાવ કરતો હતો. વૃદ્ધ પોતે જ્યારે પૈસા ઉપાડીને ATMમાંથી બહાર નીકળતા હતા. ત્યારે આરોપીએ વૃદ્ધને કહ્યું હતું કે તમારું કાર્ડ બદલાઈ ગયું છે અને વૃદ્ધને ખોટું કાર્ડ આપી વૃદ્ધનું સાચું કાર્ડ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીએ જિલ્લાના અલગ અલગ ATMમાંથી મળી રૂપિયા 2,54,000 વૃદ્ધના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા. આની જાણ વૃદ્ધને થતાં તેમણે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો સાવધાન...! સુરતમાં ATMમાં લોકોની મદદ કરી લોકો સાથે ફ્રોડ કરતા શખ્સની ધરપકડ

મદદ કરવાના ઇરાદે એટીએમમાં પ્રવેશ્યા : પાદરા પોલીસે વૃદ્ધની ફરિયાદને લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં પાદરા પોલીસે દિલ્હીની નોઈડા ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. પાદરા પોલીસે ફરિયાદ આધારે આ ગઠીયાઓને શોધી કાઢ્યા હતાં. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામે પોતાના પર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમ ઉપર ગયેલ હતા તે સમય દરમિયાન ત્રણ જેટલા ઈસમોએ તેઓની મદદ કરવાના ઇરાદે એટીએમમાં પ્રવેશ્યા હતા. ગત બીજી ફેબ્રુઆરીના રોજ લાલજીભાઈ પઢીયાર બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 9000 બે વખત ઉપાડ્યા હતાં. એટલે કે આમ કુલ એમને 18 હજાર રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાંથી એટીએમ મારફતે કર્યા હતા. પરંતુ તે સમયે હાજર યુવાનોએ લાલજીભાઈના બહાર નીકળી ગયા બાદ તેઓને જણાવ્યું હતું કે કાકા તમારું એટીએમ મશીનમાં જ રહી ગયું આમ કહી નજર ચૂક કરાવી ઓરીજનલ એટીએમ પોતાના કબજામાં લઈ લીધું અને બીજું ભળતું એટીએમ પધરાવી દીધું હતું.

પાસવર્ડ ચોરીછૂપીથી જોઇ લીધો : ત્રણ ગઠીઓની ત્રિપુટીએ રૂપિયા 2.54 લાખની ઉઠાંતરી કરી આ ત્રણ ગઠીયાઓએ લાલજીભાઈનો એટીએમ કાર્ડનો પાસવર્ડ ચોરીછૂપીથી મદદગીરી કરવાના બહાને જોઈ લીધો હતો અને તેઓએ વડોદરા જિલ્લા તેમજ મથુરાથી અલગ અલગ જગ્યાએથી આ પૈસા ઉપાડી લીધા. ત્યારબાદ તેઓ વેરાવળ ખાતે ગુનો કરવાના ઇરાદે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેઓ ઝડપાઈ જતાં વેરાવળ પોલીસે તેઓને એરેસ્ટ કર્યા હતા. ટ્રાન્સફર વોરંટ દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હાલ આરોપીઓને રિમાન્ડ હેઠળ રાખવામાં આવેલ છે.

મદદગીરી કરવાના બહાને ટોળકી બનાવી છેતરપિંડી : આવા લેભાગુ ઇસમો કે જે બેંકના એટીએમની આસપાસ જ ફરતા હોય છે.ે બેંકમાં એટીએમમાં કામ અર્થે આવેલ ઈસમો જે અભણ અથવા ઓછાં જાણકાર જણાઈ આવે, તો તેમની સાથે મદદગીરી કરવાના બહાને એટીએમમાં પ્રવેશ કરી પટાવી ફોસલાવી તેઓ પાસેથી તેઓનો પાસવર્ડ જાણી લે છે અને નજર ચૂક કરાવીને અલગ અલગ ટેકનિકથી આ લોકો છેતરપિંડી કરતા હતા તેવું સામે આવ્યું છે.

લોકોએ જાગૃત રહેવાની જરુર : બેન્કિંગ ક્ષેત્ર દ્વારા અવારનવાર છેતરપિંડીથી બચવા માટેના સૂચનો કરવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે અને આવી ટોળકીઓ સક્રિય બનતી જાય છે. જેનો ભોગ નિર્દોષ લોકોએ બનવું પડે છે .જેથી તંત્ર પણ આવી ટોળકીઓ સામે તાત્કાલિક કડક પગલાં ભરે તેવી પાદરા પંથકનાં લોકોમાં માગ ઉભી થવાપામી છે. આ સમગ્ર બનાવવા અંગે પાદરાના પીઆઈ કિરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત બીજી ફેબ્રુઆરીના રોજ પાદરા તાલુકાનાં એકલબારા ગામના લાલજીભાઈ સાથે છેતરપિંડીની ઘટના બની હતી જેમાં બનાવમાં સામેલ ત્રણ જેટલા ઉત્તર પ્રદેશના આરોપીઓને વેરાવળ પોલીસ સ્ટેશનમાંથી ટ્રાન્સફર ઓર્ડર કરી તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓના રિમાન્ડ લઈ બીજા કયાં ગુનાઓ અને બીજી કેટલી જગ્યાએ આવી છેતરપિંડી કરી છે તેની તપાસ હાલ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.