ETV Bharat / state

Vadodara Crime: ડ્રમમાંથી મૃત બાળક મળ્યું, માતાપિતાની શોધખોળ શરુ - માનવતાને લજાવે તેવો કિસ્સો

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ડ્રમમાંથી ત્યજેલું મૃત બાળક મળ્યું હતું. માનવતાને લજાવે તેવો કિસ્સો સામે આવ્યો છે ત્યારે પોલીસે માતાપિતાની શોધખોળ સહિત અન્ય પાસાંઓને ધ્યાનમાં લઇને વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara Crime: ડ્રમમાંથી મૃત બાળક મળ્યું, માતાપિતાની શોધખોળ શરુ
Vadodara Crime : વડોદરાના આ વિસ્તારમાં ડ્રમમાંથી ત્યજેલું મૃત બાળક મળ્યું, માતાપિતાની શોધખોળ શરુ
author img

By

Published : Jul 4, 2023, 9:14 PM IST

Updated : Jul 5, 2023, 1:33 PM IST

સીસીટીવીથી તપાસ કરાશે

વડોદરા : વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વંદના સ્કૂલની બાજુમાં વહેલી સવારે એક ડ્રમમાંથી ત્યજેલું મૃત બાળક મળ્યું હતું. આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ બાળક સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ કરતા તે મૃત અવસ્થામાં હતું. હાલમાં આ બાળક ક્યાંથી આવ્યું અને કોણે અહીં મૂક્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

વરદી મંળતા જ બપોદ પોલીસ મથાકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. આ બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે અને તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. આ બાળક તાજું જન્મેલું છે. આ મામલે ગુનો દાખલ કર્યો છે. આ બાળકની ડેડબોડી પી.એમ અર્થે મોકલી આપવામાં આવી છે. સીસીટીવી આધારે તે કોણ મૂકી ગયું, ક્યાંથી આવ્યું, માતાપિતા કોણ છે તે દિશામાં તપાસ ચાલુ છે. બાદમાં જે કઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે... પી. પી. વાઘેલા(PI,બાપોદ પોલીસ મથક)

વંદના સ્કૂલ પાસે ડ્રમમાં પડ્યું હતું : આ ઘટનાને લઈ આસપાસના રહીશોને ટોળે ટોળા એકઠા થયા હતા. આ બાળક શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં વંદના સ્કૂલ પાસે ડ્રમમાંથી ત્યજેલું મૃત બાળક મળ્યું છે. હાલમાં બાપોદ પોલોસે મૃત બાળકને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ વિસ્તાર બપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે. હું જ્યારે સવારમાં રંગવાટીકા ખાતે મંદિરમાં જતો હતો દરમ્યાન મને જાણવા મળ્યું કે વંદના સ્કૂલની બાજુમાં આવેલ ગંદકીમાં પીપડામાં તાજું જન્મેલ બાળક કોઇ મૂકી ગયું છે. આ બાબતને લઈ 6 થી 7 વાગ્યા દરમ્યાનનો બનાવ છે. આ બાળક કોણ મૂકી ગયું તે અંગે કોઈ વિગતો નથી. આ બાળક પર મૃત અવસ્થામાં મળી આવ્યું છે... નરેશભાઈ કહાર(સ્થાનિક)

લોકોમાં અરેરાટી : શહેરમાં અવાર નવાર ત્યજેલા બાળક મળી આવવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ત્યાજેલ બાળકના માતા પિતા એવા તો કેવા ક્રૂર હૃદયના હશે કે જે બાળક દુનિયામાં પગ મૂકે કે તરત જ તરછોડ્યું એવી અરેરાટી વ્યાપી ગઇ હતી.

  1. Ahmedabad crime news: ચાંદખેડામાં નવજાત બાળકને એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે ફેંકી કરાઇ હત્યા, પોલીસ તપાસ શરૂ
  2. Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું
  3. સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતા ઝડપાયાં, બાળક ત્યજવાનું આવું કારણ આગળ ધર્યું

Last Updated : Jul 5, 2023, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.