વડોદરા: ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દુષ્કર્મના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી આ કેસ વધારે આવી રહ્યા છે. દુષ્કર્મના કેસ સાથે ક્રાઇમના દરમાં પણ વધારો થયો છે. વડોદરામાં દુષ્કર્મનો કેસ બન્યો હતો. જેમાં દુષ્કર્મ આચરી ફરાર થનાર નરાધામને હરણી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી આરંભી છે.
પ્રેમજાળમાં ફસાવી: શહેરમાં રહેતી સગીરાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ફરાર થઇ જનાર આરોપીને હરણી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ આરોપી સામે દુષ્કર્મ, પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી આરંભી છે. પ્રેમજાળનું હથિયાર બનાવી અને તેમાં ફસાવીને સગીરાને પીંખી નાખી હતી. આવા ગુનાઓ બને છે ત્યારે એવું થાય છે કે નરાધમો પ્રેમને ખોટી દિશામાં લઇ જઇ અને મહિલાઓને પીંખી રહ્યા છે.
વતનમાં ઝડપી પાડ્યો:પરિવાર જનોની ફરિયાદ અને ગંભીરતા સમજી હરણી પોલીસના ઇન્ચાર્જ પી આઈ એમ બી રાઠોડે પોતાની ટીમને સૂચનો આપી હતી. અલગ અલગ ટીમ બનાવી અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ , અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ અને અનાર્મ લોક રક્ષક દળના મનદીપસિંહ આરોપીને શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી પોતાના વતન પંચમહાલ ભાગતા પહેલા જ કમલેશની ધરપકડ કરી લીધી હતી. આ અંગે હરણી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ એમ બી રાઠોડે જણાવ્યું હતું કે આરોપી પોતાના મૂળ વતન ભાગી રહ્યો હતો. તેને શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. હાલમાં પંચનામાં સહિતની કામગીરી થઈ રહી છે. સાથે જ આરોપી અને સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આ સાથે 164 મુજબ નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં અન્ય વિગતો બહાર આવી શકે છે.
મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું: સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ જનાર નરાધમ મૂળ પંચમહાલ જિલ્લાના શામળકુવા ગામનો કમલેશ રાઠવા ઉર્ફે રવિ મજૂરી કામ માટે તે વતનથી સ્થળાંતર થયો હતો. મજૂરી કામે આવેલા કમલેશ ઉર્ફે રવિ સગીરાને પ્રેમજાળમાં ફસાઈને લાલચ આપી હતી. હવસખોર વારંવાર સગીરાને ધાક ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવતો હતો. આખરે સગીરાએ હવસખોરને પાઠ ભણાવવા પોતાના પરિવારનો સહારો લીધો હતો. પરિવારજનો દ્વારા હરણી પોલીસ મથકમાં કમલેશ ઉર્ફે રવિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કારવાઈ હતી.