વડોદરા : વડોદડા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા પારાવાર વિકરાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશન ચોવીસ કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે તો બીજું તરફ શહેરના નાગરિકોને ક્યાંક ગાયે અડફેટે લે છે તો ક્યાંક મોતને ઘાટ ઉતારી નાખે છે. ત્યારે સત્તાતંત્ર અનેક સવાલોના ઘેરામાં મૂકાઇ જાય છે. વૃદ્ધાના મોત બાદ પાલિકાની ઢોરપાર્ટીની ટીમ એક્શનમાં આવી કાર્યવાહી કરી રહી છે પરંતુ થઇ રીતે અને શી કામગીરી કરવામાં આવી રહી છે તે મુદ્દેે કોર્પોરેશનના જવાબદાર અધિકારી કંઈ પણ બોલવાનો ઇનકાર કરી જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
માનવતા નેવે મૂકી : શહેરના માણેજા વિસ્તારમાં પંચરત્ન સોસાયટી નજીક ગઈ કાલે બનેલ ઘટનામાં 60 વર્ષીય ગંગાબેન પરમાર વૃદ્ધ હોવાથી રખડતી રંજાડ સામે પોતાની જીંદગી સમર્પિત કરી દીધી હતી. વૃદ્ધ મહિલા બચાઓ બચાઓ અને ગાયને કોઈ મારો તેને હટાવોની બુમો પડતી રહી અને લોકો મૂકપ્રેક્ષક બની વિડિઓ બનાવી જોતા રહ્યા. અસહ્ય વેદનાથી પીડાતા આ વૃદ્ધા આખરે જીંદગી હારી ગયા હતા. લોકો રખડતી ગાય દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક પણ વ્યક્તિએ તેમને બચાવવાની જહેમત ન ઉઠાવી. કોઈ વ્યક્તિએ હિંમત બતાવી હોત તો આજે કદાચ આ વૃદ્ધા જીવિત હોત.
આ પણ વાંચો Vadodara News : માણેજામાં ગાયે ભેટીએ ચડાવતાં વૃદ્ધ મહિલાનું મોત, જુઓ હૈયુ હચમચાવનારો વીડિયો
પશુમાલિકની ધરપકડ : સમગ્ર મામલે ગાયના માલિક કિરણ મુળજીભાઈ રબારી ( રહે.143.શ્રીજી ટેનમેન્ટ, માણેજા, વડોદરા) સામે મકરપુરા પોલીસે આઈ પી સી કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઢોરપાર્ટીએ તત્કાલીન કાર્યવાહી કરી 51 જેટલા પશુઓને ઝડપી ઢોરવાડો સીલ કર્યો છે. આસપાસના રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં વાડો બનાવી ગાયોને રાખવામાં આવતી હતી. કોઈ વ્યક્તિ અવાજ કરે તો તેને ધમકી આપી અવાજ દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હતો.

વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરી : વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 1 એપ્રિલથી 2022થી 2 માર્ચ 2023 સુધીમાં 3,655 ગાયો પકડી છે જેમાં 114 સામે પોલીસ ફરિયાદ થઈ છે. સાથે તારીખ 16 જાન્યુઆરીથી 3 માર્ચ સુધી 1588 ગાયોને પકડવામાં આવી છે. જેમાં 22 પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરીમાં હેબીચ્યુઅલ ઓફેન્ડર 82 જેમાં 06ને પાસા થાય છે. 184 ગેરકાયદેસર ઢોરવાળાઓને નોટિસ આપવામાં આવી છે. 42 ઢોરવાળા તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા 18 પશુમાલિકો સામે કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો
જવાબદાર અધિકારી બોલવા તૈયાર નથી : સમગ્ર મામલે ETV BHARAT દ્વારા વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર સત્તાધીશો અને અધિકારીઓને બનેલી ઘટના અને કાર્યવાહી બાબતે પૂછવામાં આવતા આ બાબતે કઈ પણ બુલવા માટે તૈયાર નોહતા. આજે પણ શહેરના કેટલાક રસ્તાઓ પર રખડતી ગાયો જોવા મળી રહી છે ત્યારે ચોક્કસથી પાલિકાની રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરતી ઢોર પાર્ટી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. વૃદ્ધાના મોત બાદ પણ પાલિકા હજુ નિંદ્રાધિન હોય તેવું લાગી રહ્યું છે.