વડોદરા સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ કોરોના જૂજ કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્ય સરકાર ફરી આરોગ્ય વિભાગને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલી કોવિશિલ્ડ રસી પૂરી પાડવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને 4500 રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. પરંતુ લોકોમાં હજુ પણ રસીકરણને લઈ જાગૃતતા જોવા નથી મળી રહી.
આ પણ વાંચો વડોદરા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 80 ડોઝ આવ્યા, રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ
શહેરના સાત સેન્ટર પર રસી ઉપલબ્ધ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એક બાદ એક કોવેકસીન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે. જેને પગલે વડોદરામાં વિવિધ 7 સેન્ટરો પર રસી ઉપલબ્ધ કરવામાં આવી છે. ગઇકાલથી શરૂ કરવામાં આવેલી આ વેકસીનેશન પ્રક્રિયામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો ભાગ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મંગળવારે શરૂ થયેલ સાત સેન્ટર પર માત્ર 218 લોકોએ કોવિશિલ્ડ રસી મુકવી છે. આ રસી લેનારાઓમાં સૌથી વધારે લોકો બૂસ્ટર ડોઝ લેનાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો ભયના ભણકારા, સુરતમાં 10 દિવસની અંદર 26 હજાર લોકો થયા વેક્સિનેટ
કેટલા લોકોએ ક્યાં લીધી રસી શહેરના વિવિધ સાત સેન્ટરો કે જ્યાં રસી ઉપલબ્ધ છે. ત્યાં ગઈકાલે છાણી- 38, સવાદ-25, ગોત્રી-32, અટલાદર-14, માંજલપુર-45, સુદામપુરી-38 અને એસેસજી હોસ્પિટલ-26 લોકોએ રસી લઇ લીધી હતી. કોરોનાના કેસોની સંખ્યા કાબૂમાં છે એવામાં રસીકરણ સેન્ટર પર ધસારો નથી જોવા મળતો ત્યારે વહેલીતકે સરળતાથી ઉપલબ્ધ રસી લેવા આરોગ્યતંત્રની લોકોને અપીલ પણ છે.
લોકો વહેલી તકે રસી લઇલે તેવી અપીલ આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે કે રીતે રસી બાબતે લોકો રાહ જોઈ રહ્યા હતાં.વિદેશમાં વિવિધ દેશોમાં જે રીતે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો આપણે પણ સાવચેતી દાખવવી ખૂબ જરુરી છે. હાલમાં શહેરમાં પ્રથમ અને બીજો ડોઝ લેનાર લોકો લગભગ પૂર્ણ થયા છે. પરંતુ બુસ્ટર ડોઝ માત્ર 61 ટકા લોકો ડ છે. એટલે કે હાલમાં પણ શહેરમાં 6 લાખ લોકો બૂસ્ટર ડોઝ લેવા માટે બાકી છે. અત્યારે સરકાર દ્વારા નિયમિત રસી ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે માત્ર લોકોએ આ સેન્ટર પર જઇ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે. હાલમાં સીએચસી સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને એસેસજી,ગોત્રી હોસ્પિટલમાં પણ રસી મળી રહી છે. તમામ નાગરિકોને અપીલ છે કે જે પણ બૂસ્ટર ડોઝ લેવામાં બાકી હોય તે લઈ લે અને આ કોરોના સામે એકમાત્ર સલામતી હોય તો તે રસી છે.