વડોદરા : પદમલા રણોલી રેલ્વે સ્ટેશન રોડ પર પાર્લે ગોડાઉનની બાજુમાં આવેલા પતરાના શેડ વાળા ગોડાઉનમાં ઇમરાન વોરા નામનો શખ્સ સરકારી સરદાર નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ગેરકાયદેસર લાવી અન્ય પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી બજારમાં વેચી કાળા બજાર કરે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી ત્યારે ગોડાઉનમાંથી રાણિયાનો ઇમરાન સિરાજ મળ્યો હતો.
જેમાં ગોડાઉનમાં તપાસ કરાતા સરકારી નીમ કોટેડ યુરિયાનો જથ્થો મળ્યો હતો. સરકારી ખાતર લાવી ઇમરાન વોરા અન્ય પ્લાસ્ટિકની થેલીઓમાં યુરિયા ખાતરનો જથ્થો ભરી બજારમાં ઊંચા ભાવે વેચતો હતો. પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતરની તથા પ્લાસ્ટિકની ખાલી બોરીઓ તથા વજન કાંટો જપ્ત કરી ઈમરાન અને હસમુખની અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ગોડાઉનમાંથી 750 થેલીઓમાં સફેદ પાવડર અને મીઠાની 15 થેલીઓ મળી આવતા ભેળસેળ કરાતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસનો હાથ ધરી છે.