ETV Bharat / state

વડોદરા શહેર કોંગ્રેસે કોરોના વેક્સિનેશન જાગૃતિ માટે ઝુંબેશ હાથધરી, પ્લેકાર્ડ અને બેનર સાથે લોકોને વેક્સિન લેવા કરી અપીલ

કોરોના મહામારીનો આતંક વધવા માંડ્યો છે, ત્યારે કોરોનાને હરાવવા અને કોરોનાથી બચવા વેક્સિનેશનના સંકલ્પ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લેકાર્ડ અને બેનર સાથે જનજાગૃતિ લાવવા પ્રદર્શન કરી લોકોને વેક્સિન લેવા આપીલ કરી હતી.

વડોદરા
વડોદરા
author img

By

Published : Apr 30, 2021, 4:42 PM IST

  • વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાને લઈ લોકોમાં ભયનો માહોલ
  • કોંગ્રેસે વેક્સિન જાગૃતિ માટે ઝુંબેશ હાથધરી
  • પ્લેકાર્ડ અને બેનર સાથે લોકોને વેક્સિન લેવા અપીલ કરી

વડોદરા: શહેર અને જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દરરોજ નવા પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વહીવટી તંત્ર પણ ચિંતાતુર બન્યું છે. ત્યારે કોરોનાને હરાવવો એક માત્ર વેક્સિન જ ઉપાય છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કાઉન્સિલર અમી રાવત, પુષ્પા વાઘેલા, જહાં ભરવાડ, બાળું સુર્વે સહિતના કાઉન્સિલરો તેમજ કાર્યકરોએ શહેરના દાંડિયાબજાર અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે એકત્ર થઈ બેનર, પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે જનજાગૃતિ પ્રદર્શન કર્યું હતું.

કોરોના વેક્સિનેશન જાગૃતિ માટે ઝુંબેશ

આ પણ વાંચો:શિક્ષકો દ્વારા કોરોના વેકિસનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

સરકાર સમયસર વેક્સિન નહીં આપે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેવા એંધાણ

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિશેષ જવાબદારી બને છે કે, કોરોનાની મહામારીમાં ભારત દેશના લોકોને મૂશ્કેલી પડી રહી છે, લોકો મરી રહ્યા છે, લોકોને ઓક્સિજન નથી મળી રહ્યું, વેન્ટિલેટર નથી મળી રહ્યા, બેડ, ઈન્જેક્શન, દવાઓ નથી મળી રહી તેની તમામ જવાબદારીઓ સરકારની હોય છે. પરંતુ અમે પ્રધાનમંત્રીને અપીલ કરી છે કે, 18 વર્ષની ઉપરના લોકોને વેક્સિન મળવી જોઈએ.ઉપરાંત, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી તેને અમે આવકારીએ છીએ. કોરોનાની મહામારીમાં તમામ પક્ષ સરકારની સાથે જ છે. સમયસર વેક્સિનેશન મળવું જોઈએ. અમારો એક જ સંકલ્પ છે કે, વડોદરા શહેરના તમામ નગરજનોએ વેક્સિનેશન કરાવવું જોઈએ. અમારી રાજ્ય સરકારને અપીલ છે કે, બહાનાબાજી નહીં ચાલે, લોકોના જીવનો સવાલ છે તમારી કોઈ નિષ્ફળતા ન રહે. હાલની પરિસ્થિતિમાં જે નિષ્ફળતાનો ભોગ બની રહ્યા છે.અને તેના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે.તો આ વેક્સિનેશનમાં મોડું કરીને સરકાર જો આમાં સમયસર વેક્સિન નહીં આપે તો આનાથી વધારે પરિસ્થિતિ ખરાબ આવશે તેવા એંધાણ છે.

આ પણ વાંચો:કાલુપુર રેલવે સ્ટેશન પર RPF દ્વારા કોરોનાથી સુરક્ષિત રહેવા જાગૃતિ અભિયાન

કાઉન્સિલર અમી રાવતે પણ કરી અપીલ

જ્યારે કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, જે રીતે સૌથી વધુ કેસ ભારતમાં આવી છે અને સામે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો તેની અછત છે. અત્યારે બેડ, ઓક્સિજન અને ઈન્જેકશન નથી મળી રહ્યા. એક સામાન્ય ઓક્સિજનવાળો બેડ પણ ઉપલબ્ધ નથી.આવી સુવિધાથી અત્યારે લોકો સારવાર વગર જ મૃત્યુ પામી રહ્યા છે. એવા સમયે અમે લોકોને જાગૃત કરીએ છીએ કે, વેક્સિન જ વિકલ્પ છે. વેક્સિનેશન કરાવો, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરો અને માસ્ક પહેરો. અમે સરકારને પણ અપીલ કરીએ છે કે, તમામ નાગરિકોને વહેલીતકે વેક્સિન આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.