ETV Bharat / state

BJP Demand: લ્યો બોલો, બરોડા ક્રિકેટ એસો.માં ભાગેડુ લલિત મોદી આજે પણ મેમ્બર, ભાજપના અધ્યક્ષે ફેરફારની કરી માગ - સાંસદ રંજનબેન ભટ્ટ

વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મેમ્બરશિપમાં ફેરફાર કરવા ભાજપના શહેર અધ્યક્ષે માગ કરી હતી. આ માટે તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. નવાઈની વાત એ છે કે, ભાગેડુ લલિત મોદી આજે પણ તેમાં મેમ્બર છે.

BJP Demand: લ્યો બોલો, બરોડા ક્રિકેટ એસો.માં ભાગેડુ લલિત મોદી આજે પણ મેમ્બર, ભાજપના અધ્યક્ષે ફેરફારની કરી માગ

author img

By

Published : Feb 24, 2023, 9:56 PM IST

વર્ષો પહેલાથી મેમ્બરશીપ બદલાઈ નથી

વડોદરાઃ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટે બરોડા ક્રિકેટ એસોસિએશન અંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં નવા સભ્યો બનાવવાની માગ કરી હતી. તો આગામી 26મીએ એજીએમમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Budget 2023 : બજેટ બાદ મુખ્યપ્રધાને કહી મહત્વની વાત, બજેટના લાભ કોને કોને મળવાના તે ચોખ્ખું કહ્યું

લલિત મોદી પણ બીસીએનો મેમ્બરઃ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા ઘણા વર્ષોથી નવા સભ્યો બનાવાયા નથી. 2,367 મેમ્બરનું બીસીએ બનેલું છે, જેમાં 6 પ્રકારની મેમ્બરશીપ જોવા મળી રહી છે. આમાં પેટ્રોન તરીકે રહેલા મેમ્બરશીપમાં ભાગેડુ અને જેણે આઈપીએલની શરૂઆત કરી હતી તેવા લલિત મોદી પણ સભ્ય તરીકે જોવા મળી રહ્યો છે. સાથે વાઈસ ફેક્ટર, લાઈફ મેમ્બર, ઓર્ડિનરી મેમ્બર જેવી અલગ અલગ મેમ્બરશીપ છે, જેમાં વિશ્વમાં ખ્યાતનામ એવી એમ.એસ. યુનિવર્સિટીને મેમ્બરશીપનો લાભ આપ્યો નથી.

કઈ કઈ કેટેગરીના આધારે મેમ્બરશિપ: બરોડા ક્રિકેટ એસોસિએશમાં મેમ્બરશીપ મેળવવા યુનિવર્સિટી, સ્પોર્ટ્સ, સ્કૂલ અને ઈન્સ્ટિટ્યૂટ જેવી એક અલગ કેટેગરી આપવાંમાં આવી છે. છતાં એમ. એસ. યુનિવર્સિટી આ કેટેગરીમાંથી બાકાત રાખવામાં આવી છે. શહેરમાં 40થી વધુ ક્રિકેટ એકેડમી આવેલી છે, જે બીસીએ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેને પણ આ મેમ્બરશિપમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સ્પોર્ટ્સ ક્લબને જીમખાનાની પણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. છતા મેમ્બર તરીકે કોઈ નથી. ભૂતકાળમાં મહત્વની સ્કૂલોને મેમ્બરશીપ મળી હતી, જે હાલમાં નથી. આગામી સમયમાં નવા મેમ્બર મળે તે માટે અપીલ કરવામાં આવે છે.

વર્ષો પહેલાથી મેમ્બરશીપ બદલાઈ નથી: વર્ષ 2001-02 પછી એક પણ મેમ્બર બનાવવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોને મામેમ્બર બનવાનો અધિકાર છે. બહારના લોકોને સ્થાન ન મળવું જોઈએ. શહેરની બહાર હોય તે મેમ્બરનું નામ કમી કરવામાં આવે. બાળકની 18 વર્ષની ઉંમર થાય તેવા ક્રિકેટના ખેલ સાથે સંકળાયેલ છે તેવા ખેલાડીઓને મેમ્બર બનાવવો જોઇએ. બીસીએ દ્વારા નવી મેમ્બરશીપ પુનઃ શરૂ કરવી જોઈએ. જોકે, 26મીએ એજીએમમાં આ મહત્વના મુદ્દા તરીકે લેવામાં આવે તેવી અપીલ વડોદરા મહાનગરપાલિકાના ભાજપના અધ્યક્ષે કરી હતી.

આ પણ વાંચોઃ Gir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા

સ્થાનિક હોય તે જ સભ્ય બની શકે: માત્ર વડોદરા શહેરના નાગરિક હોય અને જેની પાસે ડોમિસાઈન હોય તે જ વ્યક્તિ બરોડા ક્રિકેટ એસોસિએશનનો સભ્ય બનવાનો અધિકારી છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ એસોસિએશન હોય છે. તે વિસ્તાર આધારે તે જ વિસ્તારનો વ્યક્તિ મેમ્બર બની શકે. તો બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મુંબઈમાં રહેતી વ્યક્તિ કઈ રીતે મેમ્બર બની શકે. આજે બીસીએમાં નવી ટીમ આવી છે, જેથી આ મેમ્બરશિપમાં ફેરફાર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જે લોકો બહાર જતા રહ્યા છે અથવા અહીંના રહેવાસી નથી. તે તમામની મેમ્બરશીપ રદ કરવામાં આવે તેવી અપીલ બીસીએને કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.