વડોદરા: ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ 108 ઈમરજન્સી અને પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકટોળા એકત્રિત થયા: પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં બેફામ અને ગફલત ભરી રીતે ટ્રક હંકારી ટ્રક ચાલકે એક યુવકને અડફેટે લેતા યુવકનું તાત્કાલિક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસ અને 108ને કરી હતી. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી અને પોલીસ તાત્કાલિક પોહચી યુવકની તપાસ કરતા યુવક ગંભીર ઇજાઓ પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત નોતરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
"બે થી ત્રણ વાર અહીં જંપ મુકાવાની વાત કાઉન્સિલરને કરવામાં આવી છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનો જંપ મુકવામાં આવ્યા નથી. જેના કારણે વારંવાર અહીં અકસ્માત સર્જાય છે. રજુઆત છતાં કોઈ સાંભળતું નથી. અહીંયા બેફામ રીતે સ્પીડમાં લોકો ગાડીઓ ચલાવે છે. અહીં જંપ મુકવામાં આવે અને રેલિંગ વધારવામાં આવે તેવી માંગ છે"-- યોગેશ માલિય (સ્થાનિક)
ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ: આ ઘટનને લઈ લોક ટોળા એકત્રિત થયા હતા. આ અકસ્માતમાં ઘવાયેલ યુવકના મૃતદેહનો કબ્જો લઈ પોલીસે યુવકના મરીતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતક યુવકના વાલી વારસ કોણ છે તેની તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અકસ્માત કરી ફરાર થઈ જનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.