ETV Bharat / state

વડોદરામાં મુસાફરો ભરેલો છકડો અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 9ના મોત - Vadodara accident between trailer and bus

અકસ્માતમાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરીને દિવાલમાં ભટકાયું હોવાનું દેખાયું છે. આ અકસ્માતમાં (Vadodara accident between trailer and bus) છકડામાં જઇ રહેલા 6થી વધુ લોકોને અતિ ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં 2 બાળકો સહિત 9ના મોત થયાનું સામે આવ્યું છે. હજી પણ ચગદાઇ ગયેલા છકડામાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

વડોદરામાં મુસાફરો ભરેલો છકડો અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 9ના મોત

author img

By

Published : Oct 4, 2022, 3:51 PM IST

વડોદરા: પોલીસ વિભાગ દ્વારા ગમે તેટલી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવે છતાં ગમખ્વાર અકસ્માતો અવાર-નવાર બનતા રહે છે. આજે વડોદરામાં દરજીપુરા ફાયર સ્ટેશન પાસે સવારે છકડા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Vadodara accident between trailer and bus) થયો છે. જેમાં છકડો ચગદાઇ ગયો છે.

2 બાળકો સહિત 9ના મોત : અકસ્માતમાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરીને દિવાલમાં ભટકાયું હોવાનું દેખાયું છે. આ અકસ્માતમાં છકડામાં જઇ રહેલા 6થી વધુ લોકોને અતિ ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં 2 બાળકો સહિત 9ના મોત થયાનું સામે આવ્યું (Vadodara accident 9 killed including 2 children) છે. હજી પણ ચગદાઇ ગયેલા છકડામાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મુસાફરો ભરેલા છકડાનો અકસ્માત : ગોલ્ડન ચોકડી તરફથી દરજીપુરા તરફ આવવાના રસ્તે ટ્રેલર અને મુસાફરો ભરેલા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, આખેઆખો છકડો ચગદાઇ ગયો હતો. એટલું જ નહિ, અકસ્માત બાદ ટ્રેલર પણ એરફોર્સની દિવાલમાં જઇને ભટકાયો છે. ઘટનામાં મુસાફરો છકડામાં દબાઇ પડ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

એરફોર્સના જવાનો પણ બચાવમાં: હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે 9 જેટલા છકડાના મુસાફરોને વારાફરથી ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. તે પૈકી 2 બાળકો સહિત 9ના મોત થયા છે. તો બીજી તરફ હજી પણ દબાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે. સમગ્ર કામગીરીમાં એરફોર્સના જવાનો, ફાયરના જવાનો, ક્રેઇન તથા સ્થાનિકો જોડાયા છે. ટ્રેલર રોંગ સાઇડ આવતું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.