ETV Bharat / state

વડોદરામાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા આજવા રોડ પર બે નવા બ્રિજ બનશે - વડોદરા શહેરમાં ટ્રાફિક

વડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા મહાનગર પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરમાં આજવારોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા પર બે બ્રિજ બનાવવામાં આવશે. ગેડા સર્કલથી લઈને મનીષા ચોકડીનો બ્રિજ 5 વર્ષે પૂર્ણ થઈ શક્યો નથી. હવે પાલિકા બીજા બે બ્રિજ કેમના બનાવશે તે એક સવાલ છે.Vadodara Municipal Corporation Bridge work in Vadodara

વડોદરામાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા આજવા રોડ પર બે નવા બ્રિજ બનશે

author img

By

Published : Aug 23, 2022, 4:31 PM IST

વડોદરા શહેરના ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના નિયમાનુસાર આજવારોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા પર બે બ્રિજ બનાવવામાં (Vadodara Ajwa Road Bridge)આવશે. 40 મીટર રીંગરોડ પર વૃંદાવન ચાર રસ્તાથી ખોડિયાર નગર સુધી રોડની મધ્યમાંથી પસાર થતી 66 kvની હાઇ ટેન્શન લાઈન ઓવર બ્રિજની કામગીરીમાં નડતર રૂપ થતી હોવાથી તેને શિફ્ટ કરવામાં આવશે. જે લાઈન શિફ્ટ કરવા રૂપિયા 15.20 કરોડનો ખર્ચ થશે. સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં ગેડા સર્કલથી લઈને મનીષા ચોકડીનો બ્રિજ 5 વર્ષે પણ પૂર્ણ થઈ (Bridge work in Vadodara)શક્યો નથી અને પાલિકા માટે તેને પૂર્ણ કરવો બોજો છે. હવે પાલિકા બીજા બે બ્રિજ કેમના બનાવશે તે( Vadodara Municipal Corporation)એક સવાલ છે.

વડોદરા આજવા રોડ બ્રિજ

નગરપાલિકાને રૂપિયા 27 કરોડનો ખર્ચો શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી બની રહેલા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના રૂપિયા 100 કરોડ હજી સરકારે આપ્યા નથી. આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન જંકશન પર બનનારા બે અલગ અલગ બ્રિજ માટે સરકારે 91 કરોડની લોલીપોપ આપી છે. જેમાં વડોદરા મહા નગરપાલિકા માટે રૂપિયા 27 કરોડનો ખર્ચો આવશે. અગાઉ શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. જેનો ખર્ચ રૂપિયા 130.87 આંકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો અમદાવાને મળશે વધુ એક અંડર બ્રિજની ભેટ

બે બ્રિજ બનાવવાનું નક્કી કરવમાં આવ્યું સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા પર બે બ્રિજ બનાવવાનું નક્કી કરવમાં આવ્યું છે. જેમાં સરકાર એક બ્રિજ માટે રૂપિયા 49 કરોડ અને બીજા બ્રિજ માટે રૂપિયા 42 કરોડ આપશે. સરદાર એસ્ટેટ ચાર રસ્તા ૫ર બ્રિજ બનાવવા માટે રૂપિયા 59.62 કરોડના ડીપીઆરને સરકારમાં મંજૂરી અર્થે રજૂ કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે, તેવી જ રીતે વૃંદાવન ચાર રસ્તા પર બ્રિજ બનાવવા માટે 58. 28 કરોડના ડીપીઆરને સરકારમાં મંજૂરી અર્થે મોકલવા દરખાસ્ત રજૂ કરાય છે.

આ પણ વાંચો વાપીમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા બનશે 2 નવા બ્રિજ

પાલિકા પર કરોડોનો બોજો ઉલ્લેખનીય છે કે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી છેલ્લા પાંચ વર્ષથી બની રહેલા બ્રીજના હજી રૂપિયા 100 કરોડ સરકાર પાસેથી લેવાના બાકી છે. ત્યારે બે અલગ અલગ બ્રિજ માટે રૂપિયા 91 કરોડ ક્યારે મળશે તેવી પણ એક ચર્ચા છે. આમ વધુ એક વખત પાલિકાએ બંને બ્રિજ માટે સરકાર પર નિર્ભર રહેવું પડશે. તદુપરાંત બ્રિજ માટેનો રૂપિયા 27 કરોડનો બોજો પણ પાલિકા પર આવશે તે નક્કી છે. તો બીજી તરફ પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતનું માનવું છે કે સરકાર આગાઉના બાકી રૂપિયા બ્રિજ બનવવા માટે આપ્યા નથી. ત્યાં વળી બીજા બ્રિજના નિર્માણ. માટે કરોડો રૂપિયાનો લોલી પૉપ આપી લોકોને છેતરી રહી હોવા ના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.