ETV Bharat / state

ડભોઈના ધર્મપુરી રોડ પર છેલ્લા 24 કલાકમાં બે અકસ્માત, બે યુવાનોના ઘટનાસ્થળે મોત - યુવાનોના ઘટનાસ્થળે મોત

ડભોઇના ધર્મપૂરી રોડ પર છેલ્લા 24 કલાકમાં બે જુદા જુદા અકસ્માતો નોંધાયા હતા, જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી અજાણ્યા વાહને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

ડભોઈના ધર્મપુરી રોડ પર છેલ્લા 24 કલાકમાં બે અકસ્માત, બે યુવાનોના ઘટના સ્થળે મોત

author img

By

Published : Dec 23, 2020, 7:36 PM IST

Updated : Dec 23, 2020, 7:50 PM IST

  • વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા
  • ધર્મપુરી રોડ પર છેલ્લા 24 કલાકમાં બે અકસ્માત
  • બે યુવાનોના ઘટનાસ્થળે મોત

વડોદરાઃ જિલ્લાના ડભોઇના ધર્મપુરી રોડ પર મંગળવારના રોજ રાત્રે 08:00 વાગ્યે રાહુલ અર્જુનભાઈ તડવી અન્ય તેના બે મિત્રો સાથે પોતાની મોટરસાયકલ નંબર GJ-06-HB-2889 લઈને પોતાના મિત્રને ધર્મપૂરી ગામે મળવા જતા તે સમયે અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ઈસમો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ડભોઈ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અજાણ્યા વાહનની અડફેટે આવતા યુવાનનું ઘટનાસ્થળ પર મોત

જ્યારે બીજી બાજુ બુધવારે વહેલી સવારે તિલકવાડા રોડ ઉપર આવેલ નવપદ હાઈસ્કૂલ પાસે શનિભાઈ જયંતીભાઈ બારીયા વહેલી સવારે ઘરકામ માટે નીકળ્યા હતા, તે દરમિયાન અજાણ્યા વાહનની અડફેટે આવતા યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતું.

યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ

બનાવને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે, સાથે જ બે અકસ્માતો સર્જીને ભાગી ગયેલા વાહનચાલકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે બે અકસ્માતમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ છે.

Last Updated : Dec 23, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.